• શ્રીલંકામાં હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત ભારતે આપ્યો સાથ
  • ભારતે 2મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્યોને લઇ કરાર પર હસ્તાક્ષર કર્યા
  • ચાના બગીચાઓમાં 10,000 વધુ મકાનો બનાવવામાં આવશે

શ્રીલંકામાં હાઉસિંગ પ્રોજેક્ટના વિસ્તરણને ધ્યાનમાં રાખીને, ભારત અહીં ચાના બગીચાના વિસ્તારોમાં વધુ 10 હજાર ઘરો બાંધશે. ભારતીય હાઈ કમિશને મંગળવારે ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટના ચોથા તબક્કા હેઠળ શ્રીલંકાના ચાના બગીચાઓમાં 10,000 વધુ મકાનોના નિર્માણ માટે બે મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રોજેક્ટને આકાર આપવા માટે, નેશનલ હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (NHDA) અને સ્ટેટ એન્જિનિયરિંગ કોર્પોરેશન (SEC) એ બે અલગ-અલગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય શક્ય તેટલી વહેલી તકે 10 હજાર મકાનો બનાવવાનો છે.

બે કરારો પર હસ્તાક્ષર કરનારાઓમાં કાઉન્સેલર અને ડેવલપમેન્ટ કોઓપરેશન વિંગના વડા એલ્ડોસ મેથ્યુ પુનોસી, એસઈસીના અધ્યક્ષ રત્નાસિરી કાલુપહાના અને NHDAના જનરલ મેનેજર કંકનમાલાગે અજંથા જનકનો સમાવેશ થાય છે. ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટનો ચોથો તબક્કો શ્રીલંકાના 11 જિલ્લાઓ અને છ પ્રાંતોમાં ફેલાયેલો છે. નિવેદન અનુસાર, "ચોથા તબક્કા હેઠળ 10 હજાર ઘરોનું નિર્માણ ભારતીય આવાસ યોજના હેઠળ 60 હજાર મકાનો બનાવવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કરે છે."

ઉત્તરીય અને પૂર્વીય પ્રાંતોમાં બે તબક્કામાં 46 હજાર મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે જ્યારે વાવેતર વિસ્તારોમાં 4 હજાર મકાનોના નિર્માણનો ત્રીજો તબક્કો પૂર્ણતાને આરે છે. નિવેદન અનુસાર, “શ્રીલંકા સાથે ભારતની લોકો-કેન્દ્રિત વિકાસ સહયોગ ભાગીદારીએ હાઉસિંગ પર વિશેષ ધ્યાન આપ્યું છે. ભારતીય હાઉસિંગ પ્રોજેક્ટ ઉપરાંત શ્રીલંકાના 25 જિલ્લાઓમાં વિવિધ હાઉસિંગ પ્રોજેક્ટ્સ હેઠળ 2400 ઘરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત લગભગ US$5 બિલિયનની વિકાસ સહાય પૂરી પાડી રહ્યું છે, જેમાંથી લગભગ US$600 મિલિયન અનુદાન તરીકે આપવામાં આવ્યા છે.

  • Follow us on: