ભારતીય મૂળની એક વૃદ્ધ મહિલાનું અકસ્માતે તેના પતિની દવા લેવાથી મોત થયા બાદ એક બ્રિટિશ કોરોનરે સરકારનું ધ્યાન એક મોટી બાબત તરફ દોર્યું છે. કોરોનરે ફાર્મસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન દવાના કન્ટેનરના જોખમો અંગે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ચેતવણી જાહેર કરી છે. કોરોનર એ મૃત્યુની તપાસ માટે નિયુક્ત સરકારી અધિકારી છે.  


વૃદ્ધાનું હોસ્પિટલમાં મોત થયું

દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં બર્કશાયરના સ્લોમાં રહેતી સેવા કૌર ચઢ્ઢા ગત વર્ષે મે મહિનામાં પોતાના ઘરના તળિયે ફસડાઈને પડી ગઈ હતી, જેના થોડા દિવસો પછી હોસ્પિટલમાં તેનું મોત થઈ ગયું. સેવા કૌર ચઢ્ઢા પોતાના પતિની સાથે રહેતી અને બંનેને કોઈ શારીરિક આરોગ્ય સંબંધી સમસ્યાઓ હતી, જે માટે તેઓ ઘણી દવાઓ ખાતા હતા. પોતાની ઉંમરને લીધે દંપતી ચીજોને ભૂલવા જેવી સમસ્યાના પણ શિકાર હતા.

રિપોર્ટ પ્રકાશિત થયો

બર્કશાયરની સહાયક કોરોનર કેટી થોર્ને આ અઠવાડિયામાં પ્રકાશિક પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું કે કૌર ઘણા દિવસથી પોતાની દવાના બદલે પતિની દવા લઈ રહી હતી. જેમાં ડાયાબિટીસની દવા પણ સામેલ હતી. તેનું ગ્લૂકોઝ લેવલ ખૂબ ઓછું જોવા મળ્યું. ચઢ્ઢાના મોતનું કારણ લોહીમાં ગ્લૂકોઝની અછતની જરૂરી સારવાર ન મળતા લોહીમાં સોડિયમની અછત જોવા મળી હતી.

ભવિષ્યમાં વધી જશે ખતરો

કોરોનર કેટી થોર્ને પ્રિવેન્શન ઑફ ફ્યૂચર ડેથ રિપોર્ટમાં કહ્યું કે, તપાસમાં કેટલીક ચિંતાજનક વાતો સામે આવી હતી. કોઈ કાર્યવાહી નહીં કરાય તો ભવિષ્યમાં મોતનો ખતરો વધી જશે. તેઓની તપાસથી ઘણી ચિંતાજનક વાતો પણ સામે આવી, જેમાં દવા કંપનીઓ દ્વારા અપાતા દવાના ડબ્બાની સમાનતા પણ સામેલ છે. જેનાથી ઘણીવાર વૃદ્ધ દંપતી ભ્રમિત થઈ જતા હોય છે. ઉપરાંત તેની પર નાના સ્ટીકર પર દવા વગેરેનું નામ લખેલું હોય છે.

  • Follow us on: