પાડોશી દેશ એવા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ નેતા ઈમરાન ખાનને વધુ એક ઝટકો લાગ્યો છે. બ્રિટનની ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદની રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. યુનિવર્સિટીએ આગામી ચાન્સેલરની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઈમરાન ખાનનું નામ નથી. આ અગાઉ ઈમરાન ખાનને જેલમાંથી આ પદ માટે અરજી કરીને સૌને ચોંકાવી દીધા હતા. 


જો કે, ભારત માટે આ એક ખુશીની વાત છે કે આ વખતે ચાન્સેલરના પદની રેસમાં ત્રણ ભારતીય નામ સામેલ છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીની યાદીમાં ભારતીય મૂળના અંકુર શિવ ભંડારી, પ્રોફેસર નિરપાલસિંહ પૉલ બંઘાલ અને પ્રતીક તરવડીના નામ સામેલ છે. ઈમરાન ખાનના નામને અયોગ્ય ઠેરવવાના કારણનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, પાકિસ્તાનમાં તેઓની વિરુદ્ધ ચાલતા ગુનાહિત કેસોના લીધે ઈમરાન ખાનને આ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હશે. 

યુનિવર્સિટી તંત્રએ અરજી પ્રક્રિયામાં ફેરફાર કર્યો

આ સિવાય કંઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા લોર્ડ વિલિયમ હેગ અને પૂર્વ લેબર નેતા લોર્ડ પીટર મેંડેલસન ચાન્સેલરની રેસમાં છે. સિનિયર રાજનેતાઓ પણ સામેલ છે. યુનિવર્સિટી તંત્રએ જણાવ્યું કે પ્રથમ વાર ઓપન અરજી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ચાન્સેલર ચૂંટણી સમિતિના નિયમો અનુસાર તમામ અરજીઓની સમીક્ષા પણ કરાઈ હતી. 

ઑક્સફર્ડ યુનિવર્સિટીના ચાંસેલરની ચૂંટણી 28 ઑક્ટોબરે થશે

બ્રિટનમાં વિશ્વ વિખ્યાત એવી ઑક્સફર્ડ યુનિવર્સિટીના ચાંસેલરના પદ માટે પ્રથમ તબક્કા માટે મતદાન 28 ઑક્ટોબરથી શરૂ થશે અને 25 નવેમ્બરે ચાન્સેલરના નામની જાહેરાત કરવામાં આવશે. જેથી આ દરમ્યાન 4 નવેમ્બર અને 18 નવેમ્બરના રોજ પણ વોટિંગ પ્રક્રિયાને અરજદારોના અનુસાર કરવામાં આવશે.

  • Follow us on: