- જવાળામુખી જોઈને સેલ્ફી લેતા ચીની મહિલાનું બેલેન્સ બગડી જતા મોત થયું
- ઈન્ડોનેશિયન અધિકારીઓએ ઘટનાને દુર્ભાગ્ય ગણાવ્યું
- બે કલાકની જહેમત બાદ મહિલાનો મૃતદેહ ફાયરના જવાનોએ બહાર કાઢયો
ઈન્ડોનેશિયન જ્વાળામુખી જોવું એ ચીની મહિલા માટે મૃત્યુનું કારણ બની ગયું જ્યારે તે સળગતા જ્વાળામુખીની નજીક ફોટો માટે પોઝ આપી રહી હતી. આ ઘટના ઈજેન જ્વાળામુખી ખાતે બની હતી. મહિલાની ઓળખ ચીનની મહિલા હુઆંગ લિહોંગ (31 વર્ષ) તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, હુઆંગ લિહોંગ તેના પતિ સાથે ગાઈડેડ ટૂર પર હતી. આ ઘટના ગત રોજ બની હતી.













