- ભારે વરસાદને લીધે નદીઓનાં પાણી ગામડાઓમાં ઘૂસી આવ્યાં
- સ્થાનિક તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી
- લોકોને ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ
ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મૂશળધાર વરસાદે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જી છે. ભૂસ્ખલન અને પૂરથી ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયા છે, જ્યારે આઠથી વધુ લોકો ગુમ થયા છે. ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓએ ઘટનાસ્થળે ઝડપથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બચાવ કામગીરી અને જનતાને હાલાકી
સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના વડા ડોની યુસરિઝાલે જણાવ્યું હતું કે, ટન માટી, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષો પર્વતની નીચે ઉતરી ગયા હતા અને શુક્રવારે મોડી રાત્રે નદીમાં પહોંચ્યા હતા. ત્યારબાદ પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં પેસીસિર સેલાટન જિલ્લાના પહાડી ગામોમાં નદી પરના પાળા તોડી નાખી અને પૂર આવ્યું હતું. અને ગામડાઓ પાણી ઘૂસી આવ્યા હતા. એમ તેમણે જણાવ્યું હતું. જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે.
80 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે
ઓછામાં ઓછા બે ગ્રામવાસીઓ અચાનક પૂરમાં ઘાયલ થયા હતા અને બચાવ કાર્યકરો સાત લોકોની શોધ કરી રહ્યા હતા જેઓ હજુ પણ ગુમ હતા, એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. નિવેદનમાં જણાવાયું છે કે પૂર અને ભૂસ્ખલનથી 14 ઘર જમીન પર પડી ગયા હતા, 80,000થી વધુ લોકોને અસ્થાયી સરકારી આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે પશ્ચિમ સુમાત્રા પ્રાંતના નવ જિલ્લાઓ અને શહેરોમાં લગભગ 20 હજાર ઘર તેમની છત પર ભરાઈ ગયા હતા.