• અફઘાનિસ્તાનથી આવેલા તમામ ગેરકાયદેસર વસાહતીઓને ખાલી કરવા આદેશ 
  • ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશ છોડવાની સમયમર્યાદા નક્કી કરાઇ
  • પાક.ની સુરક્ષાને ઠેસ પહોંચાડવા અફઘાનિસ્તાનોને દોષી ઠેરવ્યો

પાકિસ્તાનમાં એક તરફ મોંઘવારી અને બીજી તરફ સરહદ ઇશ્યુ અને આતંકી હુમલા વચ્ચે હવે પાકિસ્તાન ફસાયું છે. તેવામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનથી આવેલા તમામ ગેરકાયદેસર વસાહતીઓને દેશ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તેને લઇ બંને દેશો વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે.

અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાને પાકિસ્તાનના અલ્ટિમેટમ પર ભડક્યું  છે. મળતી માહિતી મુજબ  તાલિબાન પ્રશાસનના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાનની સુરક્ષા સંબંધિત સમસ્યાઓ માટે અફઘાનિસ્તાનોને દોષી ન ઠેરવી શકાય. કાબુલમાં તાલિબાન પ્રશાસનના પ્રવક્તા ઝબીહુલ્લાહ અફઘાન શરણાર્થીઓ પ્રત્યે પાકિસ્તાનનું વર્તન અસ્વીકાર્ય છે.  

અફઘાનિસ્તાનથી આવેલા તમામ ગેરકાયદેસર વસાહતીઓને ખાલી કરવા આદેશ 

પાકિસ્તાને દેશમાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલામાં અફઘાન ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના ગૃહમંત્રી સરફરાઝ બુગતીએ દાવો કર્યો હતો કે આ વર્ષે પાકિસ્તાનમાં 24 આત્મઘાતી બોમ્બ ધડાકા થયા છે. તેમાંથી 14 અફઘાન નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા. તાલિબાનના પ્રવક્તાએ આ દાવાને ફગાવી દીધો હતો. મુજાહિદે કહ્યું, "પાકિસ્તાની પક્ષે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. અફઘાન શરણાર્થીઓ પાકિસ્તાનની સુરક્ષા સમસ્યાઓ માટે જવાબદાર નથી. જ્યાં સુધી તેઓ પાકિસ્તાનને પોતાની મરજીથી નહીં છોડે ત્યાં સુધી આ પાડોશી દેશ તેમને સહન નહીં કરે તેવી વાત પર બન્ને દેશ વચ્ચે ખાટાં સંબંધો થવા લાગ્યા છે.

 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશ છોડવાની સમયમર્યાદા નક્કી કરાઇ

પાકિસ્તાનની રખેવાળ સરકારે હજારો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે દેશ છોડવાની અથવા દેશનિકાલનો સામનો કરવાની અંતિમ તારીખ 1 નવેમ્બર નક્કી કરી છે. પાક. ગૃહમંત્રી બુગતીએ મંગળવારે કહ્યું હતું કે સરકારે આતંકવાદ અને દાણચોરીમાં સામેલ લોકો સામે કાર્યવાહી તેજ કરી છે. રખેવાળ વડા પ્રધાન અનવારુલ હક કાકરની અધ્યક્ષતામાં સર્વોચ્ચ સમિતિની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને અન્ય લોકો હાજર હતા. 

  • Follow us on: