- ઉઘાડા પગે ચાલતો શખ્સ પગના ફોટા વેબસાઈટ પર મુકી કમાણી કરે છે
- આ શખ્સને કંપનીઓ સામેથી આવીને લાખો રૂપિયા ચુકવે છે
- ગર્લફ્રેન્ડ પણ ચપલ નથી પહેરતી તે પણ કમાણી કરવા લાગી
જમીન પર ઉઘાડા પગે ચાલવાના ઘણા ફાયદા છે, પરંતુ શું વ્યક્તિ ઉઘાડા પગે ચાલીને પૈસા કમાઈ શકે છે? આવી જ એક સ્ટોરી જ્યોર્જ વુડવિલ નામના વ્યક્તિ સાથે બની ગઈ. જેણે જૂતા અને ચપ્પલ છોડી દીધા અને તેને પોતાની આવકનો સ્ત્રોત બની ગયું.
કેમ્બ્રિજના રહેવાસી જ્યોર્જ વુડવિલે છેલ્લા ત્રણ વર્ષથી જૂતા અને ચપ્પલ પહેરવાનું છોડી દીધું છે. તે ઉઘાડા પગે ચાલે છે અને પછી તેના ગંદા પગની તસવીરો લે છે અને તેને સબસ્ક્રિપ્શન સાઇટ પર પોસ્ટ કરે છે. એટલું જ નહીં, તે પોતાના ગંદા પગની તસવીરોથી મહિને 500થી 1000 પાઉન્ડ કમાય છે. જેની ભારતીય કિંમત 50 હજારથી 1 લાખ રૂપિયા છે. નવાઈની વાત એ છે કે લોકો તેમના ગંદા પગની તસવીરો જોવા માટે તેમને પૈસા પણ ચૂકવે છે.
જ્યોર્જ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો
જ્યોર્જ પૈસા કમાવવા માટે ખુલ્લા પગે ચાલતો નથી. ખરેખર, તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આનો સામનો કરવા તેણે ખુલ્લા પગે ચાલવાનું નક્કી કર્યું. ઉઘાડા પગે ચાલવું હૃદય, માનસિક સ્વાસ્થ્ય અને સ્નાયુઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જ્યોર્જે જણાવ્યું કે જ્યારે તેણે વર્ષ-2021માં જૂતા અને ચપ્પલ નહીં પહેરવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેના પરિવારે વિચાર્યું હતું કે તે સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે, પરંતુ આજે જ્યોર્જે તેને પોતાની કમાણીનું માધ્યમ બનાવી લીધું છે.
જ્યોર્જે તેના જૂતા અને ચપ્પલ કેમ છોડી દીધા?
જ્યોર્જ એકમાત્ર એવો નથી કે જેણે તેના જૂતા અને ચપ્પલ છોડી દીધા છે, તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ જૂતા અને ચપ્પલ પહેરતી નથી. જ્યોર્જ જણાવે છે કે એકવાર તે તેના દાદા સાથે ફરવા ગયો હતો અને તેને લાગ્યું કે લોકોએ જમીનને સંપૂર્ણપણે છોડી દીધી છે, ત્યારથી તેણે જમીન સાથે જોડાવાનું નક્કી કર્યું અને જૂતા અને ચપ્પલ પહેરવાનું છોડી દીધું.