ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયલે ગત 25 ઑક્ટોબરની રાત્રે ઈરાન પર હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના 100 ફાઈટર પ્લેન ઈરાનના આકાશમાં પ્રવેશ્યા અને પછી ઝડપી બોમ્બમારો કર્યો. આ હુમલામાં ઘણા લોકોનાં મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ઈરાને પણ પોતાનું વલણ દર્શાવ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ કહ્યું કે યહૂદીઓ (ઈઝરાયેલ) ઈરાનને લઈને ખોટી ધારણાઓ લગાવી રહ્યા છે, તેઓ ઈરાનને જાણતા નથી. તેઓ હજુ પણ ઈરાની લોકોની તાકાતને યોગ્ય રીતે સમજી શક્યા નથી. આ બાબતો આપણે તેમને સમજાવવી પડશે.  



અમને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે'

 ઈરાની સાંસદ અને રાષ્ટ્રીય સુરક્ષા પંચના સભ્ય અહમદ અઝઝમે ઈઝરાયલના હુમલા પર ટિપ્પણી કરતા કહ્યું, 'અમને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને અમે યોગ્ય સમયે જવાબ આપીશું. જો કે, અમે એક મુખ્ય સિદ્ધાંતનું પાલન કરીશું. અમે ખચકાટ અથવા ઉતાવળથી કામ કરીશું નહીં.

બીજી બાજુ, ઈઝરાયલ દાવો કરે છે કે તેણે ઈરાનના લશ્કરી થાણા પર હુમલો કર્યો, પાવર પ્લાન્ટને નિશાન બનાવ્યું અને તેલ રિફાઈનરી પર પણ દાવો કર્યો. એકંદરે ઈરાનને નબળું પાડવા ઈઝરાયલે કોઈ છૂટછાટ આપી નથી. એ પણ દાવો કર્યો કે તમામ હુમલા કર્યા બાદ તેના તમામ વિમાન સુરક્ષિત રીતે પરત ફર્યા.

ઈઝરાયલના હુમલા બાદ ઈરાન વિફર્યું છે

 શનિવારે સવારે ઈઝરાયલના આ હુમલા બાદ હવે ઈરાનના સર્વોચ્ચ નેતા ખમેની ગુસ્સામાં છે. ખામેનેઈ પહેલા જ ચેતવણી આપી હતી કે ઈઝરાયલ મિસાઈલ હુમલાનો જવાબ આપવાની ભૂલ ન કરે, પરંતુ ઈઝરાયલે હુમલો કર્યો અને હવે ઈરાન જવાબી કાર્યવાહી કરી શકે છે. આની દરેક શક્યતા છે. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરિફે X પર પોસ્ટ કર્યું કે ઈરાનની શક્તિ આપણા દુશ્મનને અધોગતિ અને નબળા પાડશે. હવે ઈરાન પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ નવા વળાંક પર

ઈરાનનું ઈઝરાયલ સાથેનું યુદ્ધ હવે એ નવા વળાંક પર છે, કારણ કે તેને તમામ તરફથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઈરાનનો વાનગાર્ડ હમાસ પરાજિત થઈને નબળો પડી ગયો છે. ઈરાનની બીજી પાંખ હિઝબુલ્લાહ સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તેના નેતાની પણ હત્યા કરવામાં આવી છે. ઈરાનને સીરિયા તરફથી વધુ મદદ મળી રહી હોય તેવું લાગતું નથી.


  • Follow us on: