• ઇઝરાયેલ અને હમાસના સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ 
  • ઈઝરાયેલની વાયુસેનાએ અત્યાર સુધીમાં 700થી વધુ હવાઈ હુમલા કર્યા 
  • "હમાસનો સંપૂર્ણ નાશ થશે ત્યારે જ આ હવાઈ હુમલો બંધ થશે"

ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલો ચાલુ છે. નેતન્યાહુએ જાહેરાત કરી છે કે હમાસનો સંપૂર્ણ નાશ થશે ત્યારે જ આ હવાઈ હુમલો બંધ થશે. જો હમાસ પર આ રીતે હુમલા ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં તેનો વિનાશ નિશ્ચિત છે.

ઈઝરાયેલની વાયુસેનાએ અત્યાર સુધીમાં 700થી વધુ હવાઈ હુમલા કર્યા 

ઈઝરાયેલની સેના હમાસને એવો જવાબ આપવા માટે તૈયારી કરી રહી છે કે જેનાથી આ સંગઠન ફરી બેઠુ ના થાય. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ એલાન કર્યુ છે કે, અમે ગાઝા પટ્ટીને વેરાન ટાપુ બનાવી દઈશું. તેવામાં ઇઝરાયલ અને હમાસના લડવૈયાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જ્યાં શનિવાર હમાસનો દિવસ હતો અને રવિવાર ઇઝરાયેલી સેનાનો દિવસ હતો. ઇઝરાયેલની સેના હમાસના હુમલાનો ખૂબ જ વિનાશક બદલો લઇ રહી છે. ઈઝરાયેલ છેલ્લા 20 કલાકથી ગાઝા પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલની વાયુસેનાએ અત્યાર સુધીમાં 700થી વધુ હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે ગાઝા કબ્રસ્તાન બની ગયું છે.

મિસાઇલ હુમલાથી અનેક ઇમારતોને નુકસાન

ઈઝરાયેલના હુમલામાં હમાસને મોટી ઈજા થઈ છે. તે જ સમયે, પેલેસ્ટાઇનમાં માત્ર વિનાશ જ દેખાય છે. ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. કોણ જાણે કેટલા લોકો કાટમાળ નીચે દટાયા છે. તે જ સમયે, એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ઇઝરાયેલે હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત કેવી રીતે આવે તેને લઇ અનેક વચાર વમર્શ કરી રહ્યો છે. કરવાનો ઈઝરાયેલના સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેન્જામિન નેતન્યાહુના દેશે દસ દિવસ માટે સૈન્ય કાર્યવાહીનું લક્ષ્ય નક્કી કર્યું છે. તે દસ દિવસ સુધી માર્યા ગયેલા લોકોનો બદલો લેશે. આ 10 દિવસમાં ગાઝા પટ્ટીનો નાશ થશે અને હમાસ પાઠ ભણાવશે.

ઈઝરાયેલે હમાસના અડ્ડાઓને નિશાન બનાવ્યું

ઈઝરાયેલ હમાસના અડ્ડાઓને નષ્ટ કરી રહ્યું છે, પરંતુ હમાસની સરકારી ઈમારતોને પણ તોડી રહ્યું છે. જ્યારે હમાસના કાર્યાલય પર મિસાઇલો પડી ત્યારે તેના ટોચના નેતૃત્વના ઘરો અને છુપાયેલા સ્થળોને ઉડાવી દેવામાં આવ્યા હતા. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તેના હુમલામાં એક ડઝન હમાસ કમાન્ડરોના ઘરો નષ્ટ થઈ ગયા હતા. હમાસ નેતૃત્વના ઘરો અને કાર્યાલયો પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે તેઓએ ઇઝરાયેલ પર હુમલો કરવાનો આદેશ જારી કર્યો હતો.

યુદ્ધનું શું આવ્યુ પરિણામ?

  • છેલ્લા 24 કલાકમાં હમાસ સાથે જોડાયેલા પાંચ ટાવર ધરાશાયી થયા છે.
  • ઈઝરાયેલે હમાસના ત્રણ કમાન્ડ સેન્ટરને નષ્ટ કરી દીધા છે.
  • હમાસની ગુપ્તચર કચેરી બળીને રાખ થઈ ગઈ છે.
  • ગાઝામાં 13 રહેણાંક એપાર્ટમેન્ટ ધ્વસ્ત થઈ ગયા છે.
  • ઈઝરાયેલની મિસાઈલોએ ગાઝામાં ત્રણ બેંક ઈમારતોનો ધરાશાયી થઇ
  • ગાઝામાં ચાર હોસ્પિટલો પણ પડી ભાંગી છે.
  • ઈઝરાયેલના હવાઈ હુમલામાં ગાઝામાં પાંચ ગગનચુંબી ટાવર અને એક સૈન્ય મથક નષ્ટ થઈ ગયું હતું.
  • ઈઝરાયેલે મિસાઈલ ફાયર કરીને ગાઝા ટાવરને નષ્ટ કર્યું.
  • વિસ્ફોટને કારણે વતન ટાવર પણ ધરાશાયી થઈ ગયો હતો.
  • અહમદી ટાવર પણ સંપૂર્ણ કાટમાળ બની ગયો છે.
  • પેલેસ્ટાઈન ટાવર સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો છે.
  • અલ અક્લોક ટાવર પણ ધરાશાયી થયો છે. આ તમામ ટાવર હમાસ સાથે સંકળાયેલા હતા.
  • હમાસની ઓફિસો અને સૈન્ય મથકો હતા. આથી ઈઝરાયેલે તેને નિશાન બનાવ્યું હતું.
  • આ સિવાય ઈઝરાયેલના હુમલામાં હમાસનો બદર બેઝ પણ નષ્ટ થઈ ગયો હતો.
  • ઇઝરાયેલે માતર અને શબાત એપાર્ટમેન્ટ પર પણ મિસાઇલોથી બોમ્બમારો કર્યો હતો.
  • હુમલામાં શહેબ ન્યૂઝ એજન્સીની ઓફિસ પણ ખંડેર બની ગઈ છે.
  • આ સિવાય હમાસની ઈન્ટેલિજન્સ ઓફિસ અને ઈન્ટેલિજન્સ ચીફના ઘરને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે.
  • ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તેના હુમલામાં હમાસની ત્રણ કમાન્ડ પોસ્ટ પણ બળીને ખાખ થઇ છે.




  • Follow us on: