• છેલ્લા 50 વર્ષમાં વિશ્વનું સૌથી ભયાનક યુદ્ધ ઇઝરાયેલ-હમાસ વચ્ચે
  • દક્ષિણ ઈઝરાયેલમાં અભ્યાસ કરી રહેલા 12 નેપાળી વિદ્યાર્થીઓ ગુમ
  • હાલમાં 4,500 નેપાળીઓ ઇઝરાયેલમાં કરી રહ્યા કામ

ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત ક્યારે આવે તેની કોઇને ખબર નથી. જોકે આ યુદ્ધના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તેવામાં નેપાળના વિદેશ મંત્રી એન.પી. સઉદે માહિતી આપતા જણાવ્યું હતી કે,  ઇઝરાયેલ-હમાસના ચાલી રહેલા યુદ્ધ બાદ દક્ષિણ ઈઝરાયેલમાં અભ્યાસ કરી રહેલા 12 નેપાળી વિદ્યાર્થીઓ ગુમ થયા છે.

યુદ્ધ વચ્ચે નેપાળના 12 વિદ્યાર્થીઓ થયા ગુમ

નેપાળના વિદેશ મંત્રી એન.પી. સઉદે નીવેદન આપતા જણાવ્યું હતું કે આ યુદ્ધથી અનેક લોકોને ચિંતામાં મુકી દીધા છે. ઇઝરાયેલમાં અભ્યાસ કરી રહેલા દેશ-વિદેશના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને આતંકવાદી જૂથ હમાસના હુમલા બાદ દક્ષિણ ઈઝરાયેલમાં અભ્યાસ કરી રહેલા 12 નેપાળી વિદ્યાર્થીઓ ગુમ છે અને તેઓના મોતની આશંકા છે. ગાઝા પટ્ટી પર શાસન કરતા હમાસે શનિવારે સવારે ઈઝરાયેલની દક્ષિણે હવાઈ, જમીન અને દરિયાઈ માર્ગે અચાનક હુમલો કર્યો. સૈનિકો સહિત ઓછામાં ઓછા 350 ઇઝરાયેલીઓ માર્યા ગયા છે અને 1,900 થી વધુ ઘાયલ થયા છે.

12 નેપાળી વિદ્યાર્થીઓનો સંપર્ક નથી થયો

આ છેલ્લા 50 વર્ષમાં વિશ્વનો સૌથી ભયાનક યુદ્ધ કહેવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલના જવાબી હુમલામાં ગાઝા પટ્ટીમાં લગભગ 300 લોકોના મોત થયા છે જ્યારે 1,500 લોકો ઘાયલ થયા છે. જોકે આ યુદ્ધનો અંત દેખાતો નથી. પરંતુ 12 નેપાળી વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી અને તેમની જાનહાનિની ​​સંભાવના છે. વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 17 નેપાળી વિદ્યાર્થીઓ લર્ન એન્ડ અર્ન પ્રોગ્રામ હેઠળ દક્ષિણ ઇઝરાયેલના ક્યુબુઝ અલુમિમમાં રહેતા હતા. તેમાંથી 2 સુરક્ષિત રીતે ભાગવામાં સફળ થયા અને 3 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત નેપાળી વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં, 4,500 નેપાળીઓ ઇઝરાયેલમાં કામ કરી રહ્યા છે જ્યારે 265 નેપાળી વિદ્યાર્થીઓ "શિખો અને કમાઓ" યોજના હેઠળ વિવિધ કૃષિ કંપનીઓમાં કામ કરી રહ્યા છે.

નેપાળના વિદેશ મંત્રી એન.પી. સઉદેનું નિવેદન

વિદેશ મંત્રાલયે હમાસ આતંકવાદી જૂથ દ્વારા ઈઝરાયેલમાં કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે નેપાળ સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. નેપાળ સરકારે વિદેશ મંત્રી સઈદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે જેનો ઉદ્દેશ્ય ઈઝરાયેલમાં હાજર નેપાળી નાગરિકોને બચાવવાનો છે. "સમિતિ સતત પરિસ્થિતિ પર નજર રાખશે, નેપાળી નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરશે, બચાવ કામગીરી અંગે જરૂરી નિર્ણયો લેશે અને અસરકારક રીતે સંકલન અને સહયોગ કરશે, આ પહેલા હમાસ આતંકવાદીઓના હુમલામાં ઓછામાં ઓછા 9 નેપાળી નાગરિકો ઘાયલ થયાની પ્રાથમિક વિગતો હતી.

  • Follow us on: