• ઈઝરાયલે ગાઝા પ્રાંતને ઘેરી લેવા માટે માટે પ્લાન બનાવ્યો
  • સોમવારે રાત્રી દરમિયાન ફરી હુમલો કરવામાં આવ્યો
  • આતંકી સૈન્યના પ્રવક્તાએ આખો પ્લાન જણાવી દીધો

હમાસ-ઈઝરાયલ વચ્ચે થઈ રહેલા યુદ્ધને કારણે ગાઝા પ્રાંતની સ્થિતિ વણસી રહી છે. ગાઝા પ્રાંતમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગૈલેટે કહ્યું હતું કે, ભોજન અને ફ્યૂલની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે અધિકારીઓએ વીજપુરવઠો પણ ઠપ કરી દીધો છે. હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો એના બે દિવસ બાદ ભયાનક ઘટનાક્રમ અહીં જોવા મળી રહ્યો છે. બીજી બાજું ઈઝરાયલની સેનાએ કહ્યું છે કે, ગાઝા પાસે દક્ષિણના વિસ્તારમાં નિયંત્રણ થઈ ગયું છે.

સૈન્ય પ્રવક્તાનું મોટું નિવેદન

મુખ્ય સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે, જે લોકો બહાર નીકળ્યા હતા એ સમુદાય પર કંટ્રોલ કરીને સ્થિતિને કાબૂમાં કરી લેવામાં આવી છે. જોકે, સોમવારે પણ આ વિસ્તારમાંથી નાની મોટી ઘર્ષણની ઘટના સામે આવી હતી. મુખ્ય સૈન્ય પ્રવક્તા રીયર એડમિરલે કહ્યું હતું કે, અમે એવા ગ્રૂપની શોધખોળ કરી રહ્યા છીએ જેઓ શાંતિને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. આ પહેલા કર્નલ રીર્ચડ હેચટે કહ્યું હતું કે, સમગ્ર ઈઝરાયલની સુરક્ષા વ્યવસ્થાને વ્યવસ્થિત કરતા થોડો સમય વધારે લાગી શકે છે. ગાઝા પ્રાંતમાં અત્યાર સુધીનો સૌથી મોટો બોંબમારો કરીને વળતો જવાબ દેવાયો છે.

ત્રાસવાદી સંગઠનનો હેતું સ્પષ્ટ થયો

આતંકવાદીઓએ બનાવેલા ઈઝરાયલના વિસ્તારના અડ્ડા પર કાબૂ મેળવતા થોડો સમય જશે. આ વિસ્તારને ફરીથી ઈઝરાયલમાં લેવા માટે વધારાની સૈન્ય ટુકડીઓને ઊભી કરવામાં આવી રહી છે. સૈન્ય કાર્યવાહી કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 1100થી વધારે લોકોના મોત નીપજ્યા છે. આતંકી સમુહ હમાસના પ્રવક્તાએ કહ્યું હતું કે, ઈઝરાયલ પાસેથી તમામ પેલેસ્ટાઈનના કેદીઓને આઝાક કરવા છે. વેસ્ટ બેંક અને જેરૂસલેમ ખાસ કરીને અલ અક્સા મસ્જીદમાં ઈઝરાયલની હાજરીને ખતમ કરવી છે. અબ્દેલ લતીફે ફોન પર કહ્યું હતું કે, હમાસના આતંકવાદી હજુ પણ ઈઝરાયલની સેના સાથે લડી રહ્યા છે. સોમવારે સવારે અન્ય ઈઝરાયલના સૈન્ય જવાને બંધક બનાવાયા હતા.


  • Follow us on: