ઈઝરાયલનું સૈન્ય ગાઝામાં સતત પેલેસ્ટાઈન પર કહેર વરસાવી રહ્યું છે. ઈઝરાયલના નવા હુમલામાં મિસાઈલથી એક શાળાને નિશાન બનાવવામાં આવી, જ્યાં 20થી વધુ પેલેસ્ટાઈની નાગરિકો મોતને ભેટયા હતા અને ઘણાબધા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, હવે ઈઝરાયલ ગાઝા શહેરમાં તપાસ કરી રહી છે કે, પેલેસ્ટાઈનીઓને આશરો આપનાર એક શાળા પર રોકેટ હુમલામાં હમાસના નવા વડા યાહ્યા સિનવારનું મોત થયું છે.


ઈઝરાયલી સૈન્યના નિવેદન અનુસાર, ઈઝરાયલના હુમલા હમાસના કમાન્ડ સેન્ટરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા હતા. પરંતુ પેલેસ્ટાઈન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં ઠાર મરાયેલા 22 લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા.

 મળતી માહિતી અનુસાર, હમાસના વડા યાહ્યા સિનવારનો ઈતિહાસ જોતા કદાચ તે મર્યો નથી. જ્યારે ગત હુમલા પછી ગાયબ થઈ ગયો હતો. અને તેના મોતનું અનુમાન લગાવવામાં આવતું હતું. યાહ્યા સિનવારના મોત અંગે પ્રતિક્રિયા આપતા એક સ્થાનિક મીડિયા કર્મીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, પ્રત્યક્ષ જાણકારી રાખનાર અધિકારીઓએ મને જણાવ્યું કે, યરુશલેમની પાસે એવી કોઈ જાણકારી નથી, જેમાં એ વાતને સમર્થન મળએ કે હમાસનો નેતા હણાઈ ચુક્યો છે.

હમાસ વડા યાહ્યા સિનવાર - ભૂતકાળ ક્રૂર અને આતંકી હુમલાઓમાં આગળ

ગયા વર્ષે સાતમી ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલા પાછળ માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવાર છેલ્લે ઓગસ્ટમાં હમાસ ચીફ બનાવવામાં આવ્યો હતો. આ પહેલા હમાસના ચીફ રહેલા ઈસ્માઈલ હાનિયાની ઈરાનની રાજધાની તહેરાનમાં એક વિસ્ફોટ દરમ્યાન મોત થયું હતું. 

વર્ષ-1962માં જન્મેલા યાહ્યા સિનવાર હમાસના શરૂઆતના ગાળાના સભ્ય હતા, જેની રચના વર્ષ-1987માં થઈ હતી. સિનવારે મિલિટન્ટ જૂથમાં સિક્યોરિટી આર્મનું નેતૃત્વ કર્યું., જે સંગઠન ઈઝરાયલી જાસૂસોને કાઢવાનું કામ કરતી હતી. 

વર્ષ-1980ના દાયકાના અંતમાં યાહ્યા સિનવારની ઈઝરાયેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સિનવારે 12 શંકાસ્પદ સહયોગીઓની હત્યા કરી હતી અને ધરપકડ બાદ તેણે આ વાતની કબૂલાત કરી હતી. આ કારણે સિનવારને "ખાન યુનુસનો બુચર" તરીકે ઉપનામ આપવામાં આવ્યું હતું. આખરે, સિનવાર સહિત અન્ય ચાર આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં બે ઈઝરાયેલના જવાનોની હત્યાનો પણ સમાવેશ થાય છે.

વર્ષ-2011માં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હમાસ દ્વારા સરહદ પારના દરોડામાં પકડાયેલા ઈઝરાયેલી સૈનિકના બદલામાં સિનવારને જેલમાંથી મુક્ત કર્યો.

સિનવારે 7 ઓક્ટોબરે હમાસની સશસ્ત્ર પાંખના નેતા મોહમ્મદ ડેઇફ સાથે મળીને ઈઝરાયેલ પરના ઓચિંતા હુમલાની યોજના બનાવી હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાં 1200 ઈઝરાયલી માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા. આ પછી પેલેસ્ટાઈન પર ઈઝરાયેલના હુમલામાં 40 હજારથી વધુ નાગરિકોના મોત થયા છે.

  • Follow us on: