મિડલ ઈસ્ટ યુદ્ધમાં સળગી રહ્યું છે. ઈઝરાયની સેના દક્ષિણી લેબેનોનમાં ઘુસી ગઈ છે. ઈઝરાયલ-લેબેનોનમાં ગ્રાઉન્ટ અને હવાઈ બંને સ્તરે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયયલના હુમલાના જવાબ આપતા હિઝબુલ્લાએ ઉત્તરી ઈઝરાયલ પર 100થી વધુ રોકેટ છોડયા હતા. જેમાં અત્યાર સુધી ઈઝરાયલના આઠ જવાનોના મોત થઈ ગયા છે. ઈઝરાયલી સૈન્યએ હેબ્રોનમાં કર્ફયૂ લાદી દઈને ઘણા પેલેસ્ટાઈન નાગરિકોની ધરપકડ કરી લીધી છે.
ઈરાનના સુપ્રીમ લીડર અંતિમવિધિમાં હાજર રહેશે
હિઝબુલ્લા ચીફ હસન નસરુલ્લાની અંતિમ વિધિમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ આગેવાન તરીકે હાજર રહેશે. તેઓ 27 સપ્ટેમ્બરે નસરુલ્લાના મોત પછી પ્રથમવાર જાહેર રીતે દેખાશે. તેઓને નસરુલ્લાના મોત પછી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સીરિયા હુમલામાં નસરુલ્લાહનો જમાઈ પણ માર્યો ગયો
સીરિયાના દમાસ્કસમાં રહેણાક મકાનને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલામાં હસન નસરુલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીર પણ માર્યા ગયા છે. આ હુમલામાં લેબનોનના વધુ બે લોકો માર્યા ગયા હતા.
સીરિયામાં વિસ્ફોટ, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમ સીરિયામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. સીરિયાના લતાકિયા શહેરમાં આ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. હિઝબુલ્લા સાથે સંકળાયેલા લેબનોનના અલ-મયાદીન નેટવર્કનું કહેવું છે કે આ વિસ્ફોટો બાદ સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. લટાકિયા અને ટાર્ટસમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
લેબનોનમાં હિઝબુલ્લાહ હુમલામાં આઈડીએફના આઠ સૈનિકોના મોત
મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ બદ્દતર બની ગઈ છે. ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં પ્રવેશી છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીન અને હવા બંને રીતે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાનો જવાબ આપતા હિઝબુલ્લાએ લેબનોનમાં ઘૂસી ગયેલા ઈઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં આઠ ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે.
હિઝબુલ્લાના ચીફ નસરુલ્લાહના અંતિમ સંસ્કારમાં માનવ મેદની ઉમટી પડશે
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહની અંતિમયાત્રા શુક્રવારે કાઢવામાં આવશે છે. પરંતુ આ અંતિમયાત્રા ક્યારે અને કયા શહેરમાંથી નીકળશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. પરંતુ ઘણા અહેવાલોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે હસન નસરુલ્લાના અંતિમ સંસ્કારમાં ભારે ભીડ એકઠા થવાની શક્યતા છે.