મિડલ ઈસ્ટ અત્યારે યુદ્ધની અણિ પર આવીને બેઠું છે. હાલ ઈઝરાયલ પોતાના કટ્ટર દુશ્મન એવા ઈરાન સાથે યુદ્ધમાં છે. ઈરાન અને ઈઝરાયલ બંને દેશ એકબજા વિરુદ્ધ યુદ્ધ કરવાની જાહેરાત કરી રાખી છે. પહેલી ઑક્ટોબરે ઈરાને અચાનક જ ઈઝરાયલ પર ડઝનો મિસાઈલ ઝીંકી દીધી હતી. ઈરાને ઈઝરાયલના મિલિટ્રી બેસ, એરબેઝ અને મોસાદ હેડ કવાર્ટર સહિત અન્ય મહત્ત્વના ઠેકાણાઓને ધ્વસ્ત કરવાનો દાવો કર્યો છે.
ઈરાને આશરે 200 સુપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલોથી આ હુમલો કર્યો છે. આ દરમિયાન આખા ઈઝરાયલમાં હોબાળો મચી ગયો હતો. ઉંચી ઈમારતોમાં આગ લાગી હતી. લોકો ચીસો પાડતા અને નાસભાગ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આજે યહૂદી પોતાનું નવું વર્ષ ઉજવી રહ્યા છે. જેથી પીએમ મોદીએ પોતાના મિત્રને શુભકામના પાઠવતો સંદેશ મોકલ્યો છે.
પીએમ મોદીએ યહૂદી નવા વર્ષની શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર લખ્યું " મારા મિત્ર અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ અને ઈઝરાયલના નાગરિકો તેમજ વિશ્વમાં રહેતા યહૂદીઓ માટે તેઓના નવા વર્ષ રોષ હશનાહની શુભકામના. આ નવું વર્ષ તમારા સૌની માટે શાંતિ, નવી ઉમેદ, સારું આરોગ્ય લઈને આવે. તમારા સૌને ખૂબ અભિનંદન, નવા વર્ષની શુભકામનાઓ.
આના બે દિવસ અગાઉ પણ વડાપ્રધાને પીએમ મોદીએ પોતાના મિત્ર બેંઝામિન નેતન્યાહૂથી 30 સપ્ટેમ્બરને ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતન્યાહૂની સાથે પશ્ચિમ એશિયામાં ઉદભવેલા તણાવપૂર્ણ સ્થિતિ પર ચર્ચા કરી હીતી. પીએમ મોદીએ નેતન્યાહૂથી વાતચીત દરમ્યાન કહ્યું હતું કે આતંકવાદનું વિશ્વમાં કોઈ સ્થાન નથી. પ્રાદેશિક તણાવ રોકવા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે મુક્તિ નક્કી કરવો મહત્ત્વપૂર્ણ છે. ભારત શાંતિ અને સ્થિરતાને તાત્કાલિક બહાલીના પ્રયાસોને સમર્થન કરવા માટે કટિબદ્ધ છે.