મિડલ ઈસ્ટમાં અત્યારે ઈઝરાયલ ઘણા બધા મોરચે એકલું લડી રહ્યું છે. ઈઝરાયલની ધાકને લીધે તેના દુશ્મન દેશો પણ કોઈ પગલું તેની વિરુદ્ધ ભરતા વિચારે છે. જો કે છેલ્લા એક વર્ષથી હમાસ અને બીજા જૂથો સાથે યુદ્ધને લીધે ઈઝરાયલ હવે વધુ ઝંઝાવાતી બન્યું છે. આ વખતે હિઝબુલ્લાએ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના ઘર પર ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે. ઈઝરાયલના કેસરિયા વિસ્તારમાં હિઝબુલ્લાએ ત્રણ ડ્રોન હુમલા કર્યા છે. હિઝબુલ્લા આ હુમલાનો અસલી ટાર્ગેટ આ વિસ્તારમાં રહેતા પીએમ બેંઝામિન નેતન્યાહૂનું આવાસ હતું. 


 

હિઝબુલ્લાએ ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહૂના ઘર પર ડ્રોન વડે હુમલો કરવાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહે ઈઝરાયલના સીઝેરિયા વિસ્તારમાં ત્રણ ડ્રોન વડે હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાનું અસલી નિશાન આ વિસ્તારમાં હાજર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું ખાનગી નિવાસસ્થાન હતું.

જોકે, ઈઝરાયલે હિઝબુલ્લાહના બે ડ્રોન તોડી પાડ્યા છે. પરંતુ એક ડ્રોન સીઝેરિયામાં એક બિલ્ડિંગને અથડાયું હતું. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ ઈઝરાયલની સેનાએ બે ડ્રોન તોડી પાડ્યા છે અને સ્થિતિની સંપૂર્ણ રીતે સઘન તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રોન હુમલા અંગે ઈઝરાયલની પ્રતિક્રિયા

ઈઝરાયલ થયેલા હિઝબુલ્લાના ડ્રોન હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહૂ અને તેમની પત્ની હુમલા સમયે તેમના સીઝરિયા નિવાસસ્થાન પર ન હતા. હિઝબુલ્લાહનો ડ્રોન હુમલો વડાપ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો જેવો હિઝબુલ્લાના ડ્રોન આ વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સાયરન વાગવા લાગ્યું. જે બાદ ઈઝરાયલી સેનાએ હેલિકોપ્ટરથી ડ્રોનને નિશાન બનાવ્યું હતું

શું હિઝબુલ્લાહ નસરાલ્લાહના મૃત્યુનો બદલો લઈ રહ્યો છે?

ઈઝરાયલે ગત 23 સપ્ટેમ્બરથી લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું, જે દરમિયાન 27 સપ્ટેમ્બરે બેરૂતમાં એક હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો હતો.

ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં, ઈઝરાયલે નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીનની હત્યા કરવાનો દાવો પણ કર્યો હતો. ત્યારપછી હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલા તેજ કર્યા છે, થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું હતું કે ઈઝરાયલના તમામ વિસ્તાર તેના નિશાના પર હોવાની ધમકી આપી હતી.


  • Follow us on: