ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ વારંવાર કહી રહ્યા છે કે તેઓ હમાસને સમાપ્ત કરવાની ખૂબ નજીક છે. યુદ્ધના શરૂઆતના ગાળાથી ઈઝરાયલી સૈન્ય દાવો કરતું આવ્યું છે કે, હમાસની ટનલ્સ નાગરિક ઈન્ફ્રાસ્ટ્રકચરના નીચે છે અને હોસ્પિટલ-શાળાઓ પર તેના હુમલા હમાસને ટાર્ગેટ બનાવીને કરવામાં આવી રહ્યા છે. હમાસી કેદથી છૂટેલા ઈઝરાયલના વૃદ્ધે અદીના મૌશે ખુલાસો કર્યો કે ઈઝરાયલ સૈન્યને હમાસની ટનલ અંગે કોઈ નક્કર જાણકારી નથી.

"હમાસની ટનલ માટે લશ્કરી કામગીરી પૂરતી નથી"
હમાસના બંધનમાંથી છૂટેલા વૃદ્ધ વ્યકિત કે જેઓનું નામ મોશે છે. મોશેએ કહ્યું કે તેની મુક્તિ બાદ ઈઝરાયેલની સુરક્ષા એજન્સી શિન-બેટના અધિકારીઓએ તેને હમાસની ટનલનો નકશો બનાવવા માટે કહ્યું હતું. "ધ શિન બેટે મને ગાઝામાં ટનલનો નકશો દોરવાનું કહ્યું, કારણ કે તેઓ તેમના વિશે કંઈપણ જાણતા નથી," મૌશેએ કહ્યું.
ઈઝરાયલ પાસે ટનલની કેટલી જાણકારી?
મળતી માહિતી અનુસાર જ્યારે બંધક વ્યકિત મૌશેને ટનલનો સ્કેચ બનાવવા માટે કહેવામાં આવ્યું તો તેને જવાબ આપ્યો કે તે કોઈ કલાકાર નથી. મૌશે પાસેથી એજન્સીએ ટનલો, તેના રસ્તા, સ્થળો અને અંદર શું-શું સુવિધાઓ છે તે અંગે પૂછયું. જેથી નક્કી છે કે એજન્સી પાસે ટનલોને લઈ ખૂબ જાણકારી છે.
આ હમાસ નહિ પરંતુ ઈઝરાયલ છે
ઈઝરાયલથી મળતી માહિતી અનુસાર, તેના બ્રિગેડિયર જનરલે એક રિપોર્ટમાં કરેલા ઉલ્લેખ પ્રમાણે આ હમાસ નથી જે ધરાશાયી થઈ રહ્યું પરંતુ ઈઝરા.લ છે. આ નામથી લેખ લખ્યો જેને ગાઝા યુદ્ધની ટીકા મૂલ્યાંકન કર્યું છે અને જણાવ્યું કે આ યુદ્ધમાં હમાસથી વધુ ઈઝરાયલને નુકસાન થઈ રહ્યું છે.
તેઓએ ગાઝા યુદ્ધમાં ચાલતા બીજા ક્ષેત્રોમાં ઈઝરાયલને નુકસાન પર ભાર મૂક્યો છે, જેમ કે, હિઝબુલ્લા અને હૂતિ બળવાખોરોના હુમલાથી આર્થિક નુકસાન, માનવીય સંકટ પર આંતરરાષ્ટ્રીય નુકસાન. તેમને એ વાત પર ભાર મૂકયો કે આટલા બધા મોરચે લાંબા સમય સુધી નહિ લડી શકે અને સૈન્યને ગાઝાથી જલ્દી પરત આવવું પડશે.