ઈઝરાયલના સૌથી મોટા શહેર એવા તેલ અવીવ પાસે એક પૂરપાટ વેગે જતી ટ્રક બસ સ્ટોપને અથડાઈ હતી. આ દરમ્યાન બસ સ્ટોપ પર ઊભા રહેલા 35 લોકો ટ્રકની ઝપટે આવી જતા ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, હાલ છ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટોપ ઘટનાસ્થળે હાજર લોકોએ ટ્રકથી કરાયેલા હુમલા અંગે જાણકારી આપી હતી. આ ટ્રકે મોસાદના હેડ કવાર્ટર પાસે ઘણા લોકોને કચડી દીધા હતા. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, ટ્રકચાલકને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 


  

ટ્રક ડ્રાઈવર આરબ નાગરિક હતો

ઘટનાની માહિતી આપતા ઈઝરાયલ પોલીસે તેને હુમલો ગણાવ્યો અને કહ્યું કે હુમલાખોર આરબ નાગરિક છે. પોલીસે જણાવ્યું કે, આ અથડામણ ઈઝરાયલની મોસાદ ગુપ્તચર સંસ્થાના હેડક્વાર્ટર પાસે થઈ હતી. એક અઠવાડિયાના વેકેશન પછી ઈઝરાયલીઓ કામ પર પાછા ફરતા હતા ત્યારે તેલ અવીવના ઉત્તરપૂર્વમાં, રામત હાશરોન શહેરમાં એક બસ સ્ટોપ પર ટ્રક અથડાઈ હતી. આ ટક્કર દરમિયાન કેટલાક લોકો વાહનોની નીચે ફસાઈ ગયા હતા. મોસાદ હેડક્વાર્ટર અને લશ્કરી થાણાની નજીક હોવા ઉપરાંત, બસ સ્ટોપ સેન્ટ્રલ હાઈવે જંકશનની નજીક પણ છે.

ઈજાગ્રસ્તો પૈકી છની સ્થિતિ ગંભીર

મળતી માહિતી અનુસાર, ઈજાગ્રસ્તો માંથી છની હાલત ગંભીર છે. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે હમાસ અને કટ્ટર ઈસ્લામિક જેહાદ સાથે જોડાયેલા નાના આતંકવાદી જૂથોએ આ શંકાસ્પદ હુમલાની પ્રશંસા કરી છે, પરંતુ કોઈ સંગઠને તેની જવાબદારી લીધી નથી.


  • Follow us on: