ઈઝરાયલની ઈન્ટેલિજન્સ શિન બેટે શનિવારે એક મોટા કાવતરાનો પર્દાફાશ કરીને હજારો લોકોનાં જીવ બચાવ્યા હતા. હમાસે ઈઝરાયલમાં એક ઉંચા ટાવરની પાસે કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોથી ઉડાવી દેવાની યોજના બનાવી હતી. આ કાવતરું એટલું ખતરનાક હતું કે ન્યૂયોર્કમાં 9/11ના હુમલાની જેમ તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ન્યૂયોર્કની જેમ ઈઝરાયલના મોટા શહેર તેલ અવીવને પણ રક્તરંજીત બનાવવાનું આતંકવાદીઓનનું કાવતરું હતું. 


આ કાવતરામાં માત્ર આરબ મૂળના ઈઝરાયલના નાગરિકો સામેલ હતા. ઈઝરાયેલની જાસૂસી સંસ્થાએ આ મામલામાં પાંચ ઈઝરાયલી નાગરિકોની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. હમાસે 7 ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કરીને અમેરિકા અને ઈઝરાયલ સહિત સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ હુમલાના બરાબર એક વર્ષ બાદ હમાસે ફરી એકવાર લોહિયાળ રમત રમવાની યોજના ઘડી હતી. બે દિવસ પહેલા પાંચ લોકોની ધરપકડથી આ ખુલાસો થયો છે.

ઈઝરાયલના મોશે અવીવ ટાવરને તોડી પાડવાની યોજના હતી

ગાઝામાં ઇઝરાયલી સેનાને મળેલી ગુપ્ત માહિતી અનુસાર, તે પ્રકાશમાં આવ્યું છે કે હમાસ ઈઝરાયલ પર 9/11 જેવા હુમલાની યોજના બનાવી રહ્યું હતું, જેનો ઉદ્દેશ્ય અત્યાર સુધી જોયેલી કોઈપણ લોહિયાળ રમત કરતાં વધુ વિનાશ કરવાનો હતો. તેમની યોજના મોશે અવીવ ટાવરને તોડી પાડવાની હતી, જે તેલ અવીવની સૌથી ઊંચી ઇમારતોમાંની એક હતી, જેમાં એક સાથે હજારો લોકો માર્યા ગયા હતા. ઈન્ટેલિજન્સ અનુસાર, ઈઝરાયલી સત્તાવાળાઓ દ્વારા પ્રાપ્ત રેકોર્ડ્સ દર્શાવે છે કે ઘણા વર્ષો પહેલાથી સાવચેતીપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું હતું, હમાસ-2022થી જ આ યોજનાઓ બનાવી રહ્યું હતું.

9/11નો હુમલો શું હતો ?

11 સપ્ટેમ્બર 2001ના સવારે આશરે 19 આતંકવાદીઓએ અમેરિકાના ચાર વિમાનોનું અપહરણ કરી લીધું હતું,. સવારે આશરે નવ વાગ્યે બે અમેરિકી પ્રવાસી વિમાનોને ન્યૂયોર્કમાં આવેલા વર્લ્ડ ટ્રેડ ટાવરની બે ગગચુંબી ઈમારતો સાથે અથડાવી હતી. આ હુમલાને અમેરિકાની ઉપર સૌથી મોટો હુમલો મનાઈ રહ્યો છે. આ હુમલામાં આશરે ત્રણ હજાર લોકોનાં મોત થયા હતા. આ હુમલાનો આરોપ ઓસામા બિન લાદેનના અલકાયદા પર લાગ્યો હતો. જેનો ખાત્મો કરવા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. 

  • Follow us on: