- આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર ઈરાન કરી શકે છે સીધો હુમલો
- ઈરાની લીડર પાસે સ્ટ્રાઈક કરવાની યોજના: બ્રિટિશ અખબારોનો દાવો
- યુદ્ધના ભણકારા વચ્ચે ઈઝરાયેલ, ઈરાન ન જવા ભારતની એડવાઝરી
Iran Israel Conflict: ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર સીધો હુમલો કરી શકે છે અને આ માટે યહૂદી દેશ તૈયારી પણ કરી રહ્યો છે. શુક્રવારે 12 એપ્રિલના રોજ અમેરિકન અખબાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ઈરાની નેતૃત્વના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી બ્રીફિંગનો હવાલો આપીને અખબારના અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ લીડર પાસે સ્ટ્રાઈક કરવાની યોજના છે.
એવા સમાચારો છે કે ઈરાન એક ઈમારત પર ઘાતક બોમ્બ વિસ્ફોટ બાદ બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે, જેને લઈને ઈઝરાયેલનો દાવો છે કે તે તેના હિતોની સામેના જોખમો સાથે જોડાયેલો હતો. આ સમગ્ર ઘટના મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની શક્યતાઓ વધારી રહ્યું છે. તેહરાન તરફથી જવાબી કાર્યવાહીની ચેતવણીઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી. 1 એપ્રિલ, 2024ના રોજ થયેલા આ હુમલા માટે ઈઝરાયેલને વ્યાપકપણે જવાબદાર માનવામાં આવે છે.










