• નેતન્યાહૂએ પુતિન સમક્ષ સંઘર્ષની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

  • પુતિને પણ રશિયા દ્વારા લેવામાં આવેલા પગલાઓની રજૂઆત કરી
  • આતંકનાં ખાત્મા સુધી ઈઝરાયેલની લડી લેવાની તૈયારી

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે મંગળવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની ટેલિફોનિક વાતચીતની વિગતો શેર કરી હતી. પ્રધાનમંત્રીનાં કાર્યાલયે જણાવ્યું હતું કે નેતન્યાહૂએ રશિયન રાષ્ટ્રપતિને 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલા બાદ હમાસ વિરુદ્ધ ચાલી રહેલા પ્રતિ-આક્રમણ અને પેલેસ્ટાઈનનાં સત્તાધિશો સાથે તેમની વાતચીત વિશે માહિતી આપી હતી.

પીછેહઠ નહીં

ઇઝરાયેલના વડા પ્રધાન કાર્યાલયે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યુ હતું કે "વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલ પર ક્રૂર અને ઘૃણાસ્પદ હુમલો કરવામાં આવ્યો હતો. તે નિર્ધારિત અને એકજૂથ યુદ્ધમાં ઉતર્યો હતો અને જ્યાં સુધી તે હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાઓને નષ્ટ ન કરે ત્યાં સુધી તે રોકાશે નહીં, તેણે આગળ પોસ્ટ કર્યું હતું કે પીએમ નેતન્યાહુએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું કે જ્યાં સુધી તેઓ "હમાસને ખતમ" ના કરે ત્યાં સુધી ઇઝરાયેલી દળો પીછેહઠ કરશે નહીં.

રશિયાનાં પ્રયાસો

રશિયન વિદેશ મંત્રાલયના જણાવ્યું હતું કે નેતન્યાહૂ સાથેની ટેલિફોન વાતચીત દરમિયાન પુતિને ગાઝા પટ્ટીમાં રક્તપાતને વધુ વધતો અટકાવવા માટે રશિયા જે પગલાં લઈ રહ્યું છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને ઇઝરાયેલનાં વડા પ્રધાન સાથે ફોન પર વાત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને ગાઝા પટ્ટીમાં હિંસા રોકવા માટે રશિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાઓની રજૂઆત કરી હતી. આ વાતચીત "ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષની વૃદ્ધિના પરિણામે કટોકટીની પરિસ્થિતિ" પર કેન્દ્રિત હતી.

પુતિને ઈઝરાયેલ માટે સંવેદના કરી વ્યક્ત

ક્રેમલિને જણાવ્યું હતું કે રશિયાનાં રાષ્ટ્રપતિએ "ઇઝરાયેલમાં મૃતકોનાં પરિવારો અને મિત્રો પ્રત્યે તેમની નિષ્ઠાપૂર્વક સંવેદના વ્યક્ત કરી હતી". તેમણે ઇઝરાયેલના નેતાને હિંસા અટકાવવા અને ગાઝા પટ્ટીમાં માનવીય આપત્તિને રોકવા માટે લીધેલા પગલાંની માહિતી આપી હતી.


  • Follow us on: