• ઇઝરાયલ-હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ પૂર્ણ
  • હમાસે યુદ્ધ વિરામનું કર્યુ ઉલ્લંઘન
  • હમાસ વિરુદ્ધ ગાઝામાં IDFનું ગ્રાઉન્ડ ઓપરેશન

હમાસ અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ સંઘર્ષ વિરામ પૂર્ણ થઇ ગયો છે. ઇઝરાયેલી સેનાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ઇઝરાયેલના વિસ્તારમાં ગોળીબાર કર્યો છે. આ પછી, IDFએ ગાઝામાં હમાસ વિરુદ્ધ તેનું ગ્રાઉન્ડ ઓપરેશન ફરી શરૂ કર્યું છે. IDFએ જણાવ્યું હતું કે કિબુટ્ઝ હોલીટમાં આજે એક ચેતવણી સક્રિય કરવામાં આવી હતી અને તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

યુદ્ધવિરામ 7 દિવસ સુધી ચાલ્યુ

મહત્વનું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ચાલ્યો હતો અને આ દરમિયાન બંને તરફથી બંધકો અને કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. યુદ્ધવિરામ લાગુ કરવામાં કતાર અને અમેરિકાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

75થી વધુ બંધકોને મુક્ત કરાયા

ઈઝરાયેલ અને હમાસ યુદ્ધવિરામ હેઠળ હમાસે છેલ્લા એક સપ્તાહમાં 75થી વધુ બંધકોને મુક્ત કર્યા છે. બદલામાં ઈઝરાયેલે પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કર્યા. કતાર દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામ હેઠળ હમાસ દ્વારા ઘણા વિદેશી નાગરિકોને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.મહત્વનું છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા દરમિયાન હમાસના લડવૈયાઓએ લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલામાં 1400 લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો, જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા.કતારની મધ્યસ્થીથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો સમયગાળો વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો હતો. 

  • Follow us on: