• ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્
  • બેંઝામિન નેતન્યાહૂએ યુદ્ધવિરામની શરતો ફગાવી દીધી
  • જ્યાં સુધી યુદ્ધ જીતી નહિ લઈએ ત્યાં સુધી જંપવાના નથી- ઈઝરાયલ


ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી ભીષણ યુદ્ધ યથાવત્ છે ત્યારે ઈઝરાયલની સેના ગાઝા પર સતત હુમલા કરતી રહે છે. આ દરમિયાન યુદ્ધ રોકવાના પ્રયાસને જોતા અમેરિકી વિદેશી મંત્રી એન્ટની બ્લિંકન મિડલ-ઈસ્ટ પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન યુદ્ધ રોકવાના પ્રયાસો વચ્ચે નેતન્યાહૂએ મોટી જાહેરાત કરી છે.

 ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ રોકવા માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એકવાર ફરી મિડલ-ઈસ્ટનો પ્રવાસ કર્યો છે. જેનાથી લાગ્યું કે યુદ્ધ રકોવાની દિશામાં કંઈક વધારે પગલાં લેવાઈ શકે પરંતુ ઈઝરાયલના વડાપ્રધાને એવી કોઈપણ સંભાવનાથી ઈનકાર કરી દીધો છે. શાંતિના પ્રયાસો પર એકવાર ફરી પાણી ફેરવી દીધું છે. સાત ઑક્ટોબરનો ઊંડો ઘા આજે પણ ઈઝરાયલને પીડા આપી રહ્યો છે. જેથી ગાઝામાં હુમલા ચાલુ રહેશે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ હમાસના સંઘર્ષ વિરામ શરતોને ફગાવી દીધા છે.

 મળતી માહિતી પ્રમાણે ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ બુધવારે સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ કરાર માટે હમાસની શરતોને ફગાવી દીધી છે. નેતન્યાહૂએ શરતોને ભ્રામક જણાવી અને કહ્યું કે ગાઝા પર હમાસના કાબૂને સમાપ્ત કરવા સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેમને વધુમાં કહ્યું કે જ્યાં સુધી પૂરી જીત નહિ મળી જતી ત્યાં સુધી હમાસ સામે યુદ્ધ નહિ રોકાય.

નેતન્યાહૂએ અમેરિકી વિદેશ મંત્રી બ્લિંકન સાથે કરી મુલાકાત

નેતન્યાહૂએ અમેરિકી વિદેશ મંત્રી એંટની બ્લિંકન સાથે મળ્યા બાદ તરત આ ટિપ્પણી કરી હતી. બ્લિંકન યુદ્ધ વિરામ કરારની આશાએ યાત્રા કરી રહ્યા છે. નેતન્યાહૂએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હમાસની ભ્રામક માંગોની સામે આત્મસમર્પણ કરવાથી બંધકોને મુક્ત નહિ કરી શકાય. જો કે એક વધુ નરસંહારને આમંત્રણ આપશે. તેમને કહ્યું કે અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ. 

  • Follow us on: