- સંઘર્ષની પરિસ્થિતિ માટે પૂર્વ પીએમે પોતાને ઠેરવ્યા જવાબદાર
- પોતાને પૂરતો સમય ન મળ્યો હોવાનો કર્યો બેનેટે કર્યો બચાવ
- નેતન્યાહુ પણ જવાબદારી સ્વીકારે તેવી લોકોની માંગ
ઈઝરાયેલ-હમાસ સંઘર્ષનાં કારણે બંને દેશોનાં નાગરિકો માટે નારકીય સ્થિતિનું નિર્માણ થયું છે. આ સંઘર્ષની શરૂઆત હમાસ દ્વારા 7 ઓક્ટોબરનાં રોજ કરવામાં આવેલા ઈઝરાયેલ પરનાં હુમલાથી થઈ હતી. જેમાં ઈઝરાયેલનાં હજારો નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં અને હમાસ દ્વારા સેંકડો લોકોને બંધક બનાવવામાં આવ્યા હતાં. આ સંઘર્ષનાં 17 માં દિવસે ઇઝરાયેલના ભૂતપૂર્વ વડા પ્રધાન નફ્તાલી બેનેટે આ નોંધપાત્ર નિષ્ફળતા માટે પોતાને જવાબદાર ઠેરવ્યા છે. જેણે 7 ઑક્ટોબરે હમાસના વિનાશક હુમલાનો માર્ગ મોકળો કર્યો હતો.
નફ્તાલી એક વર્ષ માટે રહ્યા પીએમ
એક ઇન્ટરવ્યુમાં નફ્તાલીએ જણાવ્યું હતું કે "આ સ્થિતિ માટે હું પણ જવાબદાર છું. મેં 12 મહિના સુધી વડા પ્રધાન તરીકે સેવા આપી. એવી બાબતો હતી કે જેના વિશે હું વિસ્તૃત રીતે કહી શકતો નથી જે કરવા માટે મારી પાસે સમય નહોતો. નાટકીય રીતે પરિસ્થિતિ બદલાઈ અને પછી તેમની સરકાર પડી ભાંગી." તેમણે પોતાની જવાબદારી સ્વીકારી પરંતુ નોંધ્યું હતું કે તેમણે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા શરૂ કરાયેલી નીતિ તેમના કાર્યકાળ દરમિયાન કતારથી હમાસને ભંડોળના ટ્રાન્સફરની મંજૂરી આપી નથી.
અન્ય અધિકારીઓએ પણ લીધી જવાબદારી
માત્ર પૂર્વ પીએમ જ નહીં પરંતુ ઈઝરાયેલનાં અનેક મોટા સત્તાધિશોએ આ નિષ્ફળતા પર પોતાની જવાબદારી સ્વીકારી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવી, શિન બેટ હેડ રોનેન બાર, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ અને નાણાં પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચ સહિત અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ પણ હમાસના હુમલા તરફ દોરી ગયેલી નિષ્ફળતાઓની જવાબદારી લીધી છે.
નેતન્યાહુએ નથી લીધી જવાબદારી
ઈઝરાયેલનાં પીએમએ હજુ સુધી હમાસનાં હુમલાની જવાબદારી સ્વીકારી નથી. એક ઓપિનિયન પોલમાં 80 ટકા ઇઝરાયેલીઓ અને નેતન્યાહૂની લિકુડ પાર્ટીને મત આપનારાઓમાંથી 69 ટકા લોકો માને છે કે નેતન્યાહુએ ઇઝરાયેલની સૈન્ય અને નીતિની નિષ્ફળતા માટે જવાબદારી સ્વીકારવી જોઈએ.