• ભારતે ઈઝરાયેલમાં મદદ મોકલી
  • વસ્તુઓના બોક્સ રવાના કરી દેવાયા
  • અલગ અલગ એરિયામાં સેવાના ટ્રક પહોંશે

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે ઘણા સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજારો લોકોના ઘર બરબાદ થયા છે. ખાવા માટે ખોરાક નથી અને તરસ છીપાવવા માટે પીવાના પાણીની ભારે અછત છે. લોકોને ખુલ્લા રસ્તા પર સૂવાની ફરજ પડી છે. આ દરમિયાન ભારત પેલેસ્ટાઈનના સામાન્ય નાગરિકોની મદદ માટે આગળ આવ્યું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે જણાવ્યું હતું કે, ભારતે પેલેસ્ટાઈનના લોકોને તબીબી સહાય અને આપત્તિ રાહત સામગ્રી સહિત માનવતાવાદી સહાય મોકલી છે.

જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવશે

અરિન્દમ બાગચીએ માહિતી આપી હતી કે, તબીબી પુરવઠામાં આવશ્યક જીવનરક્ષક દવાઓ અને રક્ષણાત્મક અને સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો સમાવેશ થાય છે. જેનો હેતુ કટોકટીની તબીબી પરિસ્થિતિઓનો સામનો કરવાનો છે. આ સાથે, તાત્કાલિક રાહત માટે માનવતાવાદી સહાયમાં પ્રવાહી અને પેઇનકિલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. લગભગ 32 ટન વજનની આપત્તિ રાહત સામગ્રીમાં તંબુ, સ્લીપિંગ બેગ, તાડપત્રી, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ વગેરેનો સમાવેશ થાય છે.


અલઅરિશ એરપોર્ટ પર વિમાન ઊતરશે

ભારતીય વાયુસેનાના C17 એરક્રાફ્ટે રાહત સામગ્રી લઈને સવારે 8 વાગ્યે હિંડન એરબેઝ છોડ્યું હતું. તે બપોરે 3 વાગ્યા (IST) સુધીમાં ઇજિપ્તના અલ-અરિશ એરપોર્ટ પર ઉતરશે. અહીંથી ટ્રકની મદદથી વધુ રાહત સામગ્રી પહોંચાડવામાં આવશે. સોશિયલ મીડિયા પર તેમણે આ વાત શેર કરી હતી. રાહત સામગ્રી જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરી દેવામાં આવશે. જોકે, રાહત કેમ્પ સુધી પણ જશે

  • Follow us on: