• ઇટાલીના તુરીનમાં એક્રોબેટિક એર ટીમનું પ્લેન ક્રેશ
  • પ્લેન ક્રેશ થયા બાદ તે એક કાર પર પડ્યું હતું
  • કારમાં સવાર 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યુ

ઇટાલીના તુરીનમાં શનિવારે એક્રોબેટિક એર ટીમના પ્લેનને અકસ્માત નડ્યો હતો. ઘટના સમયે, પ્લેનનો પાઇલટ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો પરંતુ અહેવાલ છે કે પાઇલટ આગની જ્વાળાઓમાં દાઝી ગયો છે. પ્લેન ક્રેશ થયા બાદ તે એક કાર પર પડ્યું હતું, જેમાં 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 

પ્લેનની પ્રેક્ટિસ દરમિયાન કાબૂ ગૂમાવતા બની દુર્ઘટના

ઇટાલીમાં પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ દુર્ઘટના તુરીન શહેરમાં થઈ હતી. એર ટીમના પ્લેનની પ્રેક્ટિસ દરમિયાન પાયલોટે નિયંત્રણ ગુમાવ્યું અને પ્લેન જમીન સાથે અથડાયું હતું જેનો વીડિયો સામે આવ્યો છે. ઘટનામાં પ્લેનમાં ભીષણ આગ લાગી હતી. તેની થોડી સમય બાદ પહેલા જ પાઈલટે પોતાનો જીવ બચાવા પોતે કૂદકો મારીને પોતાનો જીવ બચાવવ્યો હતો. જે બાદ વિમાન એક કાર સાથે અથડાયું જેમાં એક પરિવાર સવાર હતા. કારમાં સવાર  5 વર્ષની બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે.

 

મૃતક યુવતીનો ભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ દુર્ઘટનામાં મૃતક બાળકીનો 8 વર્ષનો ભાઈ પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. જ્યારે તેના માતા-પિતા દાઝી ગયા હતા. જોકે તેઓ હાલમાં ખતરાની બહાર છે. સાથે જ જેટના પાયલટની હાલત પણ સારી છે. સ્થાનિક ઇટાલિયન મીડિયાના જણાવ્યા અનુસાર, વિમાન પક્ષીઓના ટોળા સાથે અથડાયું હતું, સંભવતઃ કોઈ પ્રાણી એન્જિનમાં ઘૂસી ગયું હતું અને એન્જિનમાં ખામી સર્જાઇ હતી જેના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. 

ક્રેશ થયેલું પ્લેન ફ્રીઝ ત્રિકોલોરી પ્રદર્શન ટીમનો ભાગ હતું, જે ઇટાલિયન એરફોર્સના 100 વર્ષ પૂરા થવા પર રવિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવાનું હતું. રોઇટર્સ અનુસાર, આ ઇવેન્ટ હવે રદ કરવામાં આવી છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતાં સંરક્ષણ પ્રધાન ગિડો ક્રોસેટોએ કહ્યું કે મંત્રાલય પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. 


  • Follow us on: