- જાપાનમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિની નિર્માણ
- ઉત્તરી જાપાનમાં ભૂસ્ખલનને લીધે લોકોને સાબદા રહેવા અપીલ
- પરિવહન સેવા ઠપ થઈ જતા સેંકડો લોકો સલામત સ્થાનો પર શરણ લેવા મજબૂર
જાપાનમાં ભારે વરસાદે હાલાકી વધારી દીધી છે. ભારે વરસાદ બાદ આવેલા પૂરને લીધે લોકો કપરી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ઉત્તરી જાપાનમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદ ખાબકયા પછી પૂર અને ભૂસ્ખલનથી ટ્રાંસપોર્ટ સેવાઓને ભારે અસર પડી છે. સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે શરણ લેવાની નોબત આવી છે. જાપાનની હવામાન વિભાગે યામાગાટા અને અકિતા પ્રાંતના ઘણા શહેરો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ શહેરોમાં અત્યાર સુધી ગરમ હવા ફુંકાવાથી જવાળું વાતાવરણ હતું.













