- જાપાન દેશી રાજધાની ટોકયોમાં શાળામાં બટાકાની ચિપ્સ ખાધા પછી તબિયત બગડી
- બટાકાની ચિપ્સમાં ભારતના સૌથી તીખા મરચાં ભૂત ઝોલોકિયા મરચામાંથી બનેલી હતી
- ઘટના પછી કંપનીએ જાહેર ચેતવણી દોહરાવી માફી માગી હતી
જાપાન દેશમાં ભારતના સૌથી તીખા મરચાં એટલે કે ભૂત ઝોલોકિયાથી બનેલી બટાકાની ચિપ્સ ખાધા પછી 14 વિદ્યાર્થીઓ બીમાર પડયા હતા. જેથી બધા વિદ્યાર્થીઓને તાબડતોબ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જાપાનમાં મળતી માહિતી પ્રમાણે આ ચિપ્સ અત્યંત મસાલેદાર હતી. જેને આશરે 30 વિદ્યાર્થીઓએ ખાધા બાદ તેઓની તબિયત બગડી ગઈ હતી.
રિપોર્ટ અનુસાર, ગત 16 જુલાઈએ જાપાનની રાજધાની ટોક્યોમાં આવેલા શાળામાં ખાવા માટે ભૂત ઝોલોકિયા મરચામાંથી બનેલી ચિપ્સ લઈને આવ્યા હતા. આ ચિપ્સ 30 વિદ્યાર્થીઓએ ખાધી હતી. જો કે, ચિપ્સ પર એવી ચેતવણી અપાઈ છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ ઉત્પાદન ખાવું ન જોઈએ. આમ છતાં ટોકયોની શાળાના બાળકોએ બટાકાની ચિપ્સ ખાઈ લીધી હતી. જે બાદ બધાની તબિયત બગડી ગઈ હતી.
બટાકાની તીખી ચિપ્સ ખાધા પછી બાળકોની તબિયત કથળી
ભૂત ઝોલોકિયા મરચાંમાંથી બનેલી બટાકાની ચિપ્સ ખાધા પછી વિદ્યાર્થીઓને ઉબકા અને મોંમાં તીવ્ર બળતરાની ફરિયાદ શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓએ ચિપ્સ ખાધા પછી તબિયત બગડતા 14 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આને લઈ ચિપ્સ બનાવચી કંપની ઈસોયામા કોર્પે આ ઘટના પછી એક નિવેદનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ચેતવણી દોહરાવી હતી.
બટાકા ચિપ્સ બનાવતી કંપનીએ વૈજ્ઞાનિક ચેતવણી દોહરાવી
ચિપ્સ બનાવનારી કંપનીએ જણાવ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આ ઉત્પાદન ખાવાથી બચવું જોઈએ કારણ કે, આ ખૂબ મસાલેદાર છે. જે લોકો વધુ તીખું અને મસાલેદાર ખાવાનું પસંદ કરે છે એવા લોકોને આ ઉત્પાદનને ખાતા સમયે સાવધાની વર્તવાની જરૂર છે.
ભૂત ઝોલોકિયાએ વિશ્વના સૌથી તીખા મરચાં
ચિપ્સ બનાવતી કંપનીના એક અધિકારીએ આખી ઘટના માટે માફી માંગી અને વિદ્યાર્થીઓ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભૂત ઝોલોકિયા એ વિશ્વના સૌથી તીખા મરચાંમાના એક છે. આનું ઉત્પાદન પૂર્વોત્તર રાજ્ય આસામ, નાગાલેન્ડ, મણિપુરની આસપાસના ક્ષેત્રોમાં થાય છે. ભૂત ઝોલોકિયા મરચાં વર્ષ-2007થી 2011 સુધી વિશ્વના સૌથી તીખા મરચાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.