- વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ જો બાઈડેન કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી આપી
- રાષ્ટ્રપતિ જો બાઈડેને 100 દિવસ કામ કરવાની યોજના બનાવી
- જીવલેણ હુમલા બાદ લોકોમાં ટ્રમ્પ વધુ પ્રસિદ્ધ થવા લાગ્યા
જગત જમાદાર એવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાન પર થોડી બ્રેક લાગી છે. વ્હાઈટ હાઉસ પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી છે. લાસવેગાસમાં પોતાના પ્રથમ કાર્યક્રમ પછી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડેલાવેયર પરત આવશે અને પોતે આઈસેલોશનમાં જ કામ કરશે અને તમામ પ્રકારના નિયમોનું પાલન કરશે. આ અંગેની તમામ જાણકારી વ્હાઈટ હાઉસ નિયમિત અપડેટ આપશે.
જો બાઈડેન આઈસોલેશન દરમિયાન ઓફઇસના તમામ કામ ચાલુ રાખશે. એક સંગઠને જણાવ્યું કે જો બાઈડેન કોરોનાગ્રસ્ત હોવાથી એક નક્કી કાર્યક્રમમાં સંબોધિત નહીં કરી શકે. બાઈડેન કોરોના પોઝિટિવ આવતા ચૂંટણી અભિયાન પર અસર થઈ શકે છે.













