- ગાઝા પટ્ટીમાં યુદ્ધને લઈ મોટી જાહેરાત થાય તેવી સંભાવના
- અમેરિકાના વ્હાઈટ હાઉસમાં બંને નેતાઓની મુલાકાત થશે
- બાઈડેન બાદ હવે કમલા હેરિસ અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની રેસમાં
અમેરિકામાં આ વર્ષના અંતમાં એટલે કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. આની પહેલા અત્યારથી જ અમેરિકામાં ચૂંટણીને લઈ માહોલ જોરદાર બન્યો છે. બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી સંબોધન દરમિયાન જીવલેણ હુમલાનો પ્રયાસ હોય. આ બધા મુદ્દાઓ અમેરિકામાં જોરદાર ચર્ચામાં છે. આ દરમિયાન કમલા હેરિસ ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરવાના છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂ વચ્ચે વ્હાઈટ હાઉસમાં સત્તાવાર રીતે બેઠક મળશે. જેમાં ગાઝા યુદ્ધને લઈ ચર્ચાની શક્યતા છે. આ દરમિયાન ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાના એલાનની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. હેરિસ નેતન્યાહૂને મુલાકાત દરમિયાન યુદ્ધ સમાપ્ત કરવાનું કહેશે. તેઓ નેતન્યાહૂ દ્વારા સંબોધિત કરનારા અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રની અધ્યક્ષતા નહિ કરી શકે. આ દરમ્યાન રાષ્ટ્રપતિ જો બાઈડેનની અલગ બેઠક યોજાશે. કમલા હેરિસ નેતન્યાહૂના સંસંદ સત્રને સંબોધન વેળા ભાગ નહિ લઈ શકે. ઈઝરાયલના બંધકો અને ગાઝામાં પેલેસ્ટાઈન નાગરિકોની પીડાનો અંત લાવવા કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.













