- કાશ્મીર ખીણના યુવકો હવે સામાન્ય પ્રવાહમાં પરત ફરી રહ્યા છે
- પાકિસ્તાનને ભારતની શાંતિ આંખમાં કણાની માફક ખૂંચે છે
- કાશ્મીરમાં 6 માસમાં થયેલા અથડામણમાં ઠાર મરાયેલા તમામ આતંકી પાકિસ્તાનના
કાશ્મીર ખીણના યુવાનોએ હવે આતંકવાદની તરફ નહિ પરંતુ મુખ્યધારાની તરફ પરત ફરી રહ્યા છે. આ કારણથી આતંકવાદીઓની ભરતીમાં ભારે ઘટાડો નોંધાયો છે. આનાથી પાકિસ્તાન બરાબરનું ઉશ્કેરાયું છે. હવે તે પાકિસ્તાની આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મોકલીને હુમલા રચવાનું કાવતરું રચી રહ્યા છે. આને નિષ્ફળ બનાવવા અને આતંકી જૂથોને પાઠ ભણાવવા માટે સુરક્ષાદળો અને ગુપ્તચર સંસ્થાઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
દક્ષિણ અને ઉત્તર કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધી નવ અથડામણ થઈ ચુકી છે. દક્ષિણ કાશ્મીરમાં ઠાર મરાયેલા આતંકીઓની સરખામણી ઉત્તરી કાશ્મીર સાથે કરવામાં આવે તો જાણવા મળે છે કે અહીં મોતને ભેટેલા આતંકીઓ પાકિસ્તાન મૂળના હતા. અત્યાર સુધી આ ક્ષેત્રમાં થયેલી બે મોટી અથડામણમાં ચાર આતંકવાદી ઠાર મરાયા છે. એક આતંકવાદી ઘૂસણખોરી દરમિયાન ઉરી સેકટરમાં ઠાર મરાયો હતો.
કાશ્મીર ખીણના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ
ઉત્તર કાશ્મીરમાં એક મહિનાથી પણ ઓછા સમયમાં થયેલા એન્કાઉન્ટરમાં પાકિસ્તાન મૂળના આતંકવાદીઓ મરી રહ્યા છે. જેથી આ સમગ્ર મુદ્દો એ વાતનો સંકેત છે કે પાકિસ્તાન તરફથી અને ઉત્તર કાશ્મીરને ફરી ડરમાં ધકેલવાનો પ્રયાસ રચાઈ રહ્યો છે. આ વિસ્તારમાં વર્ષ-2005થી 2025 સુધી જોવા મળ્યું હતું. વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીર પોલીસના અભિયાન હેઠળ આ ક્ષેત્રમાં આવતા બારામૂલા જિલ્લાને આતંકવાદી મુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.
કાશ્મીરમાં છેલ્લા 6 મહિનામાં એન્કાઉન્ટર થયા છે
જાન્યુઆરી 5: સુરક્ષા દળોએ શોપિયાંમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના એક સ્થાનિક આતંકવાદીને ઠાર માર્યો.
5 એપ્રિલ: ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો, ઉરી સેક્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો.
11 એપ્રિલ: પુલવામામાં એન્કાઉન્ટર થયું. જેમાં એક સ્થાનિક આતંકવાદી હણાયો હતો
25 એપ્રિલ: સોપોરમાં એન્કાઉન્ટરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર મરાયા
6 મે: કુલગામમાં એન્કાઉન્ટરમાં 3 સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા.
03 જૂન: પુલવામામાં એન્કાઉન્ટર થયું. જેમાં બે સ્થાનિક આતંકવાદીઓ ઠાર મરાયા
જૂન 17: બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં 1 સ્થાનિક આતંકવાદી માર્યો ગયો.
19 જૂન: સોપોરમાં એન્કાઉન્ટરમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા.
આતંકી અબ્દુલ વ્હાબના મોત પછી પાકિસ્તાનમાં શોકનો માહોલ
25 એપ્રિલે ભારતીય સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં એક અબ્દુલ વ્હાબ પણ હતો. તે પાકિસ્તાનના રાવલકોટને વતની હતો. તેને લશ્કર-ઐ-તૈયબાએ અબુ સૈફુલ્લા કોડનેમ આપ્યું હતું. તેની સાથે પાકિસ્તાનના મીરપુરમાં રહેતા સનાન ઝફરને પણ ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પીઓકેમાં આઈએસઆઈએ એક મોટી સભા બોલાવી હતી. આમાં લશ્કર-ઐ-તૈયબાની સાથે જૈશ-ઐ-મોહમ્મદના આતંકીના વડા પહોંચ્યા હતા.