- UNHRCના 54માં સત્રમાં કાશ્મીરી મહિલા કાર્યકર્તાએ સાધ્યું નિશાન
- પાકિસ્તાન હમેશા ભારત વિરોધી પ્રચાર મુદ્દે કર્યા શાબ્દિક પ્રહાર
- પાક.સરકાર હમેશા કાશ્મીરીઓના જીવન સાથે રમતા રમવાનું કરે છે કામ
UNHRCના 54માં સત્રમાં એક કાશ્મીરી મહિલા કાર્યકર્તાએ પાકિસ્તાનની ટીકા કરી અને તેના ભારત વિરોધી પ્રચારનો પર્દાફાશ કર્યો. તસ્લીમા અખ્તર જે એક સામાજિક-રાજકીય કાર્યકર છે, તેણે પોતાના સંબોધનમાં કહ્યું કે કાશ્મીરની વતની હોવાને કારણે, તે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK) વચ્ચેના વિકાસલક્ષી તફાવતોને લઇ અનેક ચર્ચાઓ કરવામાં આવી છે.
કાશ્મીરી મહિલા કાર્યકર્તાએ કાઉન્સિલને જણાવ્યું હતું કે, જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર પ્રદેશના ભલા માટે પરિવર્તનશીલ ફેરફારો લાવી રહી છે, જ્યારે ભારત જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન તેની મૂળભૂત નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર ચલાવવા માટે આતંકવાદી સંગઠનોને આશ્રય આપી રહ્યું છે. તસ્લીમાએ UNHRCને જણાવ્યું કે ગરીબી દર જમ્મુ અને કાશ્મીર પણ POK કરતાં ઘણું ઓછું છે.













