• હિન્દુ-શીખ, ઈસાઈ બાદ હવે અહમદિયા મસ્જિદોને બનાવ્યું નિશાન
  • અહમદિયા સમુદાય પર અનેક વાર કરવામાં આવ્યો હુમલો
  • TLPના દબાણ હેઠળ પોલીસ દ્વારા મસ્જિદોમાં તોડફોડ કરાઇ હોવાનો આક્ષેપ

પાકિસ્તાનમાં હિંસાએ મોટું સ્વરૂપ લીધું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર બંધ થઈ ગયા છે. અહીં માત્ર હિન્દુ-શીખ, ઈસાઈ જ નહીં પરંતુ અહમદિયા સમુદાયને પણ સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અહમદિયા સમુદાયમાં એવો ડર છે કે તેના સમુદાયો પર આક્રમક રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે.

અહમદિયા ધર્મસ્થાનોને ટાર્ગેટ કરવા માટે 34 ઘટનાઓ 

પાકિસ્તાનમાં આ વર્ષે પોલીસ અને ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા અહમદિયા ધર્મસ્થાનોને અપમાનિત કરવાની 34 ઘટનાઓ બની છે અને મોટાભાગની ઘટનાઓ પાકિસ્તાનના પંજાબમાં થઇ છે. લાહોરના શેખપુરા જિલ્લામાં અહમદિયા સમુદાયની 3 મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી હતી. સમુદાયના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કટ્ટરપંથી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP)ના દબાણ હેઠળ મસ્જિદોમાં તોડફોડ કરી છે તેવો આરોપ લગાવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળની પોલીસ ટીમે મસ્જિદના મિનારાઓના ઉપરના ભાગને તોડી પાડ્યા હતા. સમગ્ર વિસ્તારને આવરી લેવાનો આદેશ પણ આપ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અહમદિયા સમુદાયે પાકિસ્તાની કાયદા વિરુદ્ધ ધાર્મિક સ્થાનો અને મિનારાઓ બનાવ્યા હતા. જેના પગલે તેને પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે.

અગાઉ પણ શેખપુરા જિલ્લામાં 3 મસ્જિદોને નુકસાન બનાવવામાં આવ્યું હતું. આ ત્રણેય મસ્જિદોના મિનારા તૂટી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, TLP કાર્યકર્તાઓ દ્વારા શેખપુરા, બહાવલનગર અને બહાવલપુર જિલ્લામાં અહમદિયા મસ્જિદો અને મિનારાઓમાં તોડફોડ કરવામાં આવી છે, તેમને મુસ્લિમ મસ્જિદો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લાહોર હાઈકોર્ટે 1984 પહેલા અહમદિયા સમુદાયની મસ્જિદો પર આવા હુમલાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ 1974માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો ત્યારથી, અહમદિયાને બિન-મુસ્લિમ જાહેર કરવામાં આવ્યા છે અને તેમના અધિકારો પર રોક લગાવામાં આવી છે.

  • Follow us on: