• પાકિસ્તાનમાં અહમદીયાઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે

  • લઘુમતી અહમદિયા સમુદાય સતત હુમલાનો બની રહ્યો છે શિકાર
  • પાકિસ્તાને બંધારણીય રીતે તેમને બિન-મુસ્લિમ જાહેર કર્યા

પાકિસ્તાનમાં અહમદીયા સમુદાયનું જીવન સતત દોજખ બની રહ્યું છે. અહમદીયાઓ આઝાદી પહેલા પાકિસ્તાનમાં રહેતા હતા. અહમદીઓ પોતાને મુસ્લિમ તરીકે ઓળખાવે છે. પરંતુ પાકિસ્તાને બંધારણીય રીતે તેમને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહમદીયાઓ પર હુમલામાં વધારો થયો છે.

ધર્મસ્થાનો અને કબ્રસ્તાનો પણ નિશાના પર

પાકિસ્તાન એ વિચાર સાથે બનાવવામાં આવ્યું હતું કે અહીં મુસ્લિમો વસશે. પરંતુ પાકિસ્તાનનો લઘુમતી અહમદિયા સમુદાય સતત હુમલાનો શિકાર બની રહ્યો છે. અહમદીઓનું કહેવું છે કે તેમના ધર્મસ્થાનો અને કબ્રસ્તાનોને વધુને વધુ હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ તમામ હુમલાઓ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી રહ્યા છે. સમુદાયના પ્રવક્તા અમીર મહમૂદે મંગળવારે જણાવ્યું હતું કે હુમલાઓમાં સતત વધારો થયો છે. ખાસ કરીને પાકિસ્તાનના સૌથી વધુ વસ્તી ધરાવતા પૂર્વ પંજાબમાં આ પ્રકારનાં હુમલાઓ

74 કબરો, પ્રાર્થના સ્થળોનાં મિનારાઓ તોડી પડાયા

અહેવાલ મુજબ મહેમૂદે કહ્યું કે પંજાબના ડાસ્કામાં ગત સપ્તાહે ઓછામાં ઓછી 74 કબરોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ જ ગાળામાં લાહોર નજીક અહમદીઓના પ્રાર્થના સ્થળના મિનારા તોડી પાડવામાં આવ્યા હતા. તેમણે પોલીસ અને વહીવટી અધિકારીઓ પર મિનારા તોડી પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે 'તહેરીક-એ-લબ્બેકે સ્થાનિક વહીવટીતંત્રને ધમકી આપી હતી કે જો મિનારાને તોડી પાડવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો આવશે. તેમણે વહીવટીતંત્રને આગામી શુક્રવાર સુધીમાં માંગ સ્વીકારવા જણાવ્યું છે.

અહમદીયાઓ પોતાને મુસ્લિમ તરીકે ઓળખાવે છે

પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયના 5 લાખ લોકો છે. અહમદીઓ ધાર્મિક લઘુમતી છે. તેઓ પોતાને મુસ્લિમ માને છે. પરંતુ પાકિસ્તાને બંધારણીય સુધારા દ્વારા તેમને બિન-મુસ્લિમ જાહેર કર્યા હતા. પાછળથી લશ્કરી સરમુખત્યાર ઝિયા ઉલ હકે અહમદીઓને પોતાને મુસ્લિમ કહેવાથી રોક્યા. આ સાથે તેને જાહેરમાં ઈસ્લામિક આસ્થાના પ્રતીકો બતાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેમ કે તેઓ તેમના પૂજા સ્થાનો પર મિનારો બનાવી શકતા નથી.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 34 હુમલા

પાકિસ્તાનના માનવાધિકાર પંચે આ મામલે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 34 હુમલા થયા છે. અહમદીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર 2022થી ઓછામાં ઓછા ત્રણ લોકો આ હુમલાઓમાં માર્યા ગયા છે. જ્યારે ધાર્મિક મામલે 108 લોકો સામે કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે ઓછામાં ઓછા 14 પૂજા સ્થાનો અને 197 કબરો નષ્ટ કરવામાં આવી હતી. આ સમુદાયની એક વ્યક્તિએ કહ્યું કે તેના પૂર્વજો આઝાદી પહેલા ડાસ્કામાં રહેતા હતા. ત્યારે અહીં તેમની બે લાખની વસ્તી હતી. પરંતુ હવે માત્ર 200 મકાનો જ બચ્યા છે.


  • Follow us on: