• ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર ગૂમ
  • અજાણ્યા શખ્સોએ કારમાં બેસાડીને કર્યું અપહરણ
  • પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ કરી તેજ

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણના સમાચાર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગત સાંજે કાર સવારોએ કમલુદ્દીન સઈદનું અપહરણ કર્યું હતું. આ સનસનાટીભર્યા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર ગૂમ

પાકિસ્તાનમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝના પુત્રનું અપહરણ થયાના સમાચાર સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઘટનામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદના અપહરણ થયાને લઇ ખળભળાટ મચી જવા પામ્યો છે. આતંકી સંગઠન વચ્ચે મતભેદ થવા લાગ્યો છે. અવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મંગળવારની સાંજે કારસવારોએ કમલુદ્દીન સઈદનું અપહરણ કર્યું હતું. 

સોસિયલ મીડિયમાં અપહરણને લઇ કર્યો દાવો

જોકે આ સમાચારને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાક વિદેશી મીડિયા સંગઠનોના ટ્વિટર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ ગઈકાલે સાંજથી ગુમ છે. કેટલાક અન્ય ટ્વિટર હેન્ડલ પરથી દાવો કરવામાં આવ્યો છે કે હાફિઝ સઈદના પુત્રના ગુમ થયા બાદ આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIમાં ખળભળાટ મચી ગઈ છે અને કમાલુદ્દીન સઈદને શોધવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અજાણ્યા શખ્સોએ કારમાં બેસાડીને કર્યું અપહરણ

મળતી માહિતી મુજબ કમાલુદ્દીન સઈદ મંગળવારના સાંજથી ગુમ છે અને તેનો કોઈ સબૂત નથી મળી રહ્યું. ટાઈમ્સ અલ્જેબ્રા નામના ટ્વિટર હેન્ડલે દાવો કર્યો છે કે કમાલુદ્દીન સઈદ ગુમ થઈ ગયો છે અને તેને અજાણ્યા લોકો લઈ ગયા છે. ટ્વિટર હેન્ડલ પરથી મોટા બ્રેકિંગ ન્યૂઝ પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે,ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ ગઈકાલથી ગુમ છે.

પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા

પાકિસ્તાની એજન્સીઓમાં ગભરાટ છે કારણ કે ભૂતકાળમાં ભારતના ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓ સહિત ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. તે જ સમયે, ગયા વર્ષે હાફિઝ સઈદના ઘરની નજીક બોમ્બ વિસ્ફોટ થયો હતો અને પાકિસ્તાની એજન્સીઓએ દાવો કર્યો હતો કે હાફિઝ સઈદને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: