- કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક વખતે પત્ની કેમિલા પાર્કર કોહિનૂરથી જડિત તાજ પહેરશે નહીં
- બ્રિટિશ રાજવી પરિવાર કોહિનૂરને લઈને વિવાદમાં પડવા માંગતો નથી
- , કિંગ ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક 6 મેના રોજ થશે
બ્રિટિશ રાજવી પરિવારે નિર્ણય લીધો છે કે તેમની પત્ની કેમિલા પાર્કર 6 મેના રોજ કિંગ ચાર્લ્સ ત્રીજાના રાજ્યાભિષેક વખતે કોહિનૂરથી જડિત તાજ પહેરશે નહીં. પેલેસે આ નિર્ણય એટલા માટે લીધો કે તેમને ડર છે કે કોહિનૂરને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. તે ભારતની નારાજગીથી પણ ડરે છે. આ જાણકારી બ્રિટિશ રાજવી પરિવારના એક સભ્યએ આપી છે.
આ બાબતે 'ધ ડેઈલી ટેલિગ્રાફ' અખબારની એસોસિયેટ એડિટર કેમિલા ટોમિનેએ પીટીઆઈ-ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બ્રિટિશ રાજવી પરિવાર વિવાદોમાં પડવા માંગતો નથી. આવી સ્થિતિમાં કેમિલા પાર્કરે કોહિનૂર જડિત શાહી તાજ નહીં પહેરવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,મને લાગે છે કે કોહિનૂર વિવાદાસ્પદ હોવા અંગે મહેલ સભાન હતો અને તેથી જ તેણે આવો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, કિંગ ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક 6 મેના રોજ થવાનો છે.













