ફેસબુક, ઈનસ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ચલાવવાવાળી મેટા કંપનીએ એક નવુ પગલુ ભર્યું છે, જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકાની ન્યૂકિલર એનર્જી કંપની કોન્સ્ટેલેશન એનર્જી સાથે મોટી ડીલ કરી છે. આ પહેલી વખત છે કે જ્યારે કોઈ મોટી ટેક કંપનીએ સીધો પરમાણુ ઉર્જા કંપની સાથે જોડાણ કર્યું હોય. પરંતું સવાલ એ છે કે અંતે સોશિયલ મિડીયા કંપનીને પરમાણુ પાવર પ્લાન્ટ સાથે ભાગીદારી કરવાની શરું જરુર પડી?
વાસ્તવમાં મેટાનો આ નિર્ણય આવનારા સમયની તૈયારીઓનો એક ભાગ છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ્સ અને ભારે ભરખમ ડેટા સેન્ટર્સને યોગ્ય રીતે ચલાવવા માટે બહુ વધારે વિજળીની જરૂર પડે છે. અમેરિકામાં છેલ્લા બે દશકોમાં પહેલી વખત વિજળીની ડિમાન્ડમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. તેની પાછળ AI અને ટેકનોલોજીનો વધતો જતો ઉપયોગ છે.













