- ઓછા પરફોર્મન્સવાળા કર્મચારીઓને આપ્યું રેટિંગ
- કંપનીએ 7000 એમ્પલોઈઝને આપ્યું ઓછું રેટિંગ
- ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં કરાશે છટણી
દુનિયામાં છટણીનો સિલસિલો ચાલુ છે. એવામાં સમસ્યા એ છે કે ફેસબુકની પેરન્ટ કંપની મેટા એકવાર ફરી મોટા પાયે છટણી કરી શકે છે. આ સાથે જ્યારે હાલમાં મેટાએ પોતાના કર્મચારીઓના પ્રદર્શન પર ખરાબ રેટિંગ કર્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં થપાયેલા રિપોર્ટના અનુસાર કંપનીએ પોતાના 7000થી વધુ કર્મચારીને સામાન્યથી ઓછું રેટિંગ આપ્યું છે. તેની સાથે જ કંપનીએ બોનસ આપવાની સાથે રિવ્યૂનો ઓપ્શન પણ હટાવી દીધો છે. આ તમામ કારણોનો અંદાજ લગાવાઈ રહ્યો છે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરન્ટ કંપની મેટામાં જલ્દી છટણી થઈ શકે છે.
કઈ કર્મચારીઓ પર પડશે છટણીની તલવાર
મેટાના એક સોર્સે વોલ સ્ટ્રીટ જર્નલની સાથે વાત કરતા કહ્યું કે કંપનીમાં નવી છટણી એ કર્મચારીઓની કરાશે જેનું પરફોર્મન્સ સરેરાશથી પણ ઓછું છે. એવામાં ખરાબ રેટિંગવાળા કર્મચારીઓને માટે આ ખરાબ સમાચાર હોઈ શકે છે. આ પહેલા મેટાથી સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું કે આ વર્ષે મેટામાં અનેક ફેરફાર કરાશે. એવામાં અંદાજ લગાવાઈ રહ્યા છે કે કંપની મોટાપાયે એકવાર ફરી છટણી કરી શકે છે.
મેટા પહેલા પણ કરી ચૂક્યું છે છટણી
ઉલ્લેખનીય છે કે મેટાએ આ પહેલા પણ મોટાપાયે છટણી કરી હતી. વર્ષ 2023માં પોતાના 13 ટકા એટલે કે 11000 કર્મચારીઓને નોકરીથી કાઢી દીધા હતા. આ પછી હાલમાં અપાયેલા ઓછા રેટિંગથી લાગે છે કે કંપની એકવાર ફરી પોતાના ખર્ચને ઓછો કરવા માટે અને મોટા પાયા પર છટણીની તૈયારી કરી રહી છે. આ પહેલા ગયા અઠવાડિયે આવેલા એક રિપોર્ટના અનુસાર આ વર્ષે મેટાએ પોતાની કંપનીની નવી ટીમના બજેટને જાહેર કરવામાં મોડું કરે છે. એવામાં ત્યારથી આશંકા રખાઈ રહી છે કે કંપની જલ્દી મોટા પાયે છટણી કરી શકે છે.