• સ્ટાર ખેલાડીઓના આધારે ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો
  • એશિયન મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ મેડલ
  • સેમિફાઈનલમાં ચીનના હાથે 2-3થી હારનો સામનો કરવો પડ્યો

એશિયન મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ. 18 ફેબ્રુઆરીના રોજ દુબઈ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ 2023ની સેમિફાઈનલ મેચમાં ભારતીય બેડમિન્ટન ટીમને ચીનના હાથે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. કારમી હાર બાદ પણ ભારતે ઈતિહાસ રચ્યો હતો અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન મિક્સ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો મેડલ

પરંતુ હાર બાદ પણ પીવી સિંધુ અને એચએચ પ્રણય જેવા સ્ટાર ખેલાડીઓના આધારે ભારતીય બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. એશિયન મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો. આ ટૂર્નામેન્ટમાં ભારતનો આ પહેલો મેડલ છે.


પ્રણોય ટીમને વિજયી શરૂઆત ન અપાવી શક્યો

વાસ્તવમાં એશિયન મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. પ્રથમ મેચ મેન્સ સિંગલ્સની હતી, જેમાં ભારતના એચએસ પ્રણયનો મુકાબલો ચીનના લેન ઝી લેઈ સામે થયો હતો. જોકે પ્રણોય ટીમને વિજયી શરૂઆત અપાવી શક્યો ન હતો. ચીનના ખેલાડીએ આ મેચ 21-13, 21-15થી જીતી હતી.

પીવી સિંધુએ નિરાશ કર્યા

બીજી મેચ વિમેન્સ સિંગલ્સની હતી, જેમાં ભારતની બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ કોર્ટ પર હતી, પરંતુ તે પણ જીતી શકી ન હતી. તેને ફેંગ જી ગાઓ દ્વારા મેચમાં 21-09, 16-21, 21-18થી પરાજય આપ્યો હતો, આ રીતે ચીનને 2-0ની લીડ મળી હતી.

ભારતીય પુરૂષ ડબલ્સ જોડીએ પ્રથમ જીત અપાવી

આગળ ધ્રુવ કપિલા અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સ જોડી અને ચાઈનીઝ ઝોઉ હાઓ ડોંગ અને હી જી ટિંગની જોડી હતી. મેચની શરૂઆતમાં, ભારતીય જોડીએ પોતાનું સંયમ જાળવી રાખ્યું અને ચીનના ખેલાડીઓ સામે સ્મેશ અને દબાણ લાગુ કરવાનું ચાલુ રાખ્યું. આ રીતે ભારતે ચીનની જોડીને 21-19,21-19થી હરાવીને દિવસની પ્રથમ જીત નોંધાવી હતી.


મહિલા ડબલ્સમાં પરાજય

આ પછી ભારતીય મહિલા ડબલ્સમાં ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ પુલેલાની જોડી અને ચીનની લિયુ શેંગ શુ અને તાન નિંગની જોડી વચ્ચેનો આગળનો મુકાબલો હતો, જેમાં ભારતીય જોડીએ ચીનની જોડીને 21-19,13-21,21-19થી પરાજય આપ્યો હતો.

ચીની જોડીએ ફાઈનલમાં જવાનું સપનું તોડ્યું

આ જીત સાથે ભારત અને ચીન બંનેનો સ્કોર 2-2ની બરાબરી પર પહોંચી ગયો હતો, પરંતુ ઇશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની ભારતીય જોડી છેલ્લી અને નિર્ણાયક મેચમાં કોર્ટ પર હતી. આ જોડીનો સામનો ચીનની ધેન બેંગ જિયાન અને જિન યા વેઈની જોડી સાથે થયો હતો, જેણે છેલ્લી મેચ 21-17, 21-13થી જીતીને ફાઈનલમાં જવાના સપના તોડી નાખ્યા હતા. 

  • Follow us on: