• સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચો રમનારી ભારતીય ખેલાડી બની
  • રોહિત શર્માના સૌથી વધુ 148 T20 રમવાના રેકોર્ડને હરમનપ્રીતે તોડ્યો
  • T20માં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપના મામલે બીજા સ્થાને પહોંચી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. હરમનપ્રીત કૌરે ભારતીય પુરુષ ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.

સૌથી વધુ T20 રમનારી ભારતીય ખેલાડી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે શનિવારે મહિલા T20 વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઉતરીને ઈતિહાસ રચ્યો હતો. હરમનપ્રીત કૌર સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચો રમનારી ટોચની ભારતીય ખેલાડી બની ગઈ છે.


રોહિત શર્માને પાછળ છોડી દીધો

હરમનપ્રીત કૌરે આ મામલે ભારતીય પુરૂષ ટીમના કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ 148 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જ્યારે હરમનપ્રીત કૌર તેની કારકિર્દીની 149મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી હતી.

સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચો રમનારી મહિલા ખેલાડી:

149* - હરમનપ્રીત કૌર (ભારત)

142 - સુઝી બેટ્સ (ન્યુઝીલેન્ડ)

141* - ડોન વ્યાટ (ઇંગ્લેન્ડ)

139 - એલિસા હીલી (ઓસ્ટ્રેલિયા)

136 - એલિસા પેરી (ઓસ્ટ્રેલિયા)


સૌથી વધુ T20માં કેપ્ટનશિપના મામલે બીજા સ્થાને

હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડ સામે ટોસમાં જઈને વધુ એક રેકોર્ડ તોડ્યો છે. 33 વર્ષની હરમનપ્રીત કૌર T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે આ મામલે ઈંગ્લેન્ડની દિગ્ગજ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સ (93)ને પાછળ છોડી દીધો છે. હરમનપ્રીત કૌર આ મામલે માત્ર ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગથી પાછળ છે, જેણે 97 T20 ઈન્ટરનેશનલ મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી છે. હરમનપ્રીત કૌર સિવાય ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ (142) અને ઈંગ્લેન્ડની ડોન વ્યાટ (141*) પણ એવી મહિલા ખેલાડીઓ છે જેણે T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં 140 કે તેથી વધુ મેચ રમી છે.

સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં મહિલા સુકાની:

મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા) - 97 મેચ

હરમનપ્રીત કૌર (ભારત) - 94* મેચ

ચાર્લોટ એડવર્ડ્સ (ઈંગ્લેન્ડ) - 93 મેચ

મેરિસા એગ્યુલેરા (વેસ્ટ ઈન્ડિઝ) - 73 મેચ

સલમા ખાતુન (બાંગ્લાદેશ) - 65 મેચ

  • Follow us on: