• 3થી 4 શ્વાને બાળકીને બચકા ભર્યા
  • બાળકીના શરીર પર 15થી વધુ ઈજાના નિશાન
  • બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ

સુરતમાં ફરી શ્વાનનો આતંક કાયમ જોવા મળી રહ્યો છે. નાની બાળકીને શ્વાને બચકા ભર્યા છે. એકસાથે 3-4 શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. જેના કારણે તેના શરીર પર 15 જેટલા ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. શ્વાનોએ અંદાજે 2 વર્ષની બાળકીને 40 જેટલા બચકા ભરી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી છે.

ડોક્ટરની ટીમ કરી રહી છે તપાસ

બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે ત્યારે ડોક્ટરની ટીમ તેની તપાસ કરી રહી છે. એક્સરે કર્યા બાદ તેને સર્જરીમાં પણ મોકલી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. માસીલા કહાર નામની 2 વર્ષની બાળકી સાથે ઘટના બની હતી. આ ઘટના સુરતના ખાજોદ રોડ પર બની હોવાની માહિતિ સામે આવી છે.

કેવી રીતે બની હતી ઘટના

મળતી માહિતી અનુસાર સુરતમાં ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં એકાએક જ બાળકી ઘર પાસે એકલી જ હતી. ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએક 3 શ્વાનોએ હુમલો કરી દીધો. બાળકીને 40થી પણ વધુ બચકાં ભરી લેવાતાં માસુમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

શું કહ્યું ડોક્ટર્સે

કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. શરીર ઉપર 30થી 40 જેટલા ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને માથાના ભાગે છાતીના ભાગે અને કમરના ભાગે ઇજા વધુ થઈ છે. બાળકીને ઈમરજન્સી વિભાગમાં કૂતરા કરડવાના ઇન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.

આ પહેલા પણ સુરતના અનેક વિસ્તારોમાં શ્વાનના કરડવાના અને હુમલા કરવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. એક મહિના પહેલા અશ્વિનીકુમાર ફૂલપાડા વોર્ડ નંબર પાંચમાં આવેલી સોસાયટીના ગેટ પાસે રમતી બાળકીને ગંભીર રીતે હડકાયેલા શ્વાને કરડી ખાધું છે. 15 દિવસ પહેલાં સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા ઈંટવાળા ફળિયામાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. અહીં પણ શ્વાને એક નાની બાળકીને શિકાર બનાવી હતી. 

  • Follow us on: