• પાકિસ્તાનના PMને પોતાના લોકોએ જ ટ્રોલ કર્યા
  • દુબઈમાં COP સમિટમાં પણ મોદી ચર્ચાનો વિષય બન્યા 
  • પીએમ મોદી પહેલી લાઈનમાં પરંતુ આ તસવીરમાં અમારા વડાપ્રધાનને શોધવામાં મદદ કરો: લોકો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગમે ત્યાં જાય તેમની પ્રશંસા થતી જ હોય છે. ત્યારે હવે દુબઈમાં COP સમિટમાં પણ મોદી ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે પાકિસ્તાનના PMને પોતાના લોકોએ જ ટ્રોલ કર્યા છે. દુબઈમાં UAEની અધ્યક્ષતામાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ COP28 ચાલી રહી છે.  આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી અગ્રણીઓ આવી રહ્યા છે. શુક્રવારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા અને પાકિસ્તાનના કાર્યવાહક પીએમ અનવારુલ હક પણ પહોંચ્યા હતા.

પાક. લોકોએ પોતાના PMને કર્યા સવાલો

મીટિંગ દરમિયાન વિશ્વના તમામ નેતાઓની લેવામાં આવેલી તસવીરમાં પીએમ નરેન્દ્ર મોદી સૌથી આગળ ઉભા છે. આ તસવીર સામે આવ્યા બાદ પાકિસ્તાનના લોકોએ પોતાના જ નેતાઓની મજાક ઉડાવી છે.પાકિસ્તાનના ઘણા લોકોએ ટ્વિટર પર આ તસવીર શેર કરી છે અને તેમના પીએમને પૂછ્યું છે કે તમે આમાં ક્યાં છો.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક કમર ચીમાએ સમિટના તમામ નેતાઓની તસવીર શેર કરતા લખ્યું હતું કે, પીએમ મોદી પહેલી લાઈનમાં ઉભા છે પરંતુ  આ તસવીરમાં અમારા વડાપ્રધાનને શોધવામાં મદદ કરો. તેના ટ્વીટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી અને લખ્યું હતું કે તેમને શોધવામાં ચશ્માના નંબરની સંખ્યા વધી જશે. આરઝૂ કાઝમી નામના યુઝરે પાકિસ્તાનના પીએમને શોધીને કહ્યું કે તેઓ જમણી બાજુ પાછળ ઉભા છે.

પીએમ મોદીએ બેઠકમાં શું કહ્યું?

COP28 સમિટમાં પીએમ મોદીએ જળવાયુ પરિવર્તન પર ગંભીરતા દાખવવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે કાર્બન ઉત્સર્જનમાં 45 ટકા ઘટાડો કરવો જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક કામ કરવાની જરૂર છે આ માટે તમામ દેશોએ એકબીજાને ટેકો આપવો જોઈએ. કાર્બન ક્રેડિટનો અવકાશ ઘણો મર્યાદિત છે. કાર્બન ક્રેડિટ સિસ્ટમમાં સામાજિક જવાબદારીની ભાવનાનો પણ અભાવ છે. આપણે એકંદરે નવી ફિલસૂફી પર ભાર મૂકવો પડશે.

COP28એ આબોહવા અંગે સંયુક્ત રાષ્ટ્રની 28મી બેઠક છે. આ વાર્ષિક બેઠકમાં, જળવાયુ પરિવર્તનને રોકવા અને ભવિષ્યમાં તેની સાથે વ્યવહાર કરવા માટેની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં લગભગ 200 દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. નેતાઓ ઉપરાંત પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓ અને માનવ અધિકાર જૂથો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં આબોહવામાં આવેલા તાજેતરના ફેરફારોને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  • Follow us on: