• મ્યાનમારમાં હાલ ગૃહયુદ્ધ હોવાથી બળવાખોરો ઘર્ષણના મૂડમાં
  • ચીનને હાથનાં કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ
  • મ્યાનમારની લડાઈ ચીન સુધી પહોંચી, પાંચ ચીની નાગરિકો ઘાયલ


મ્યાનમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધ દરમિયાન ચીનના વિસ્તારમાં તોપના ગોળા છોડવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં ચીનના પાંચ નાગરિક ઈજાગ્રસ્ત થયા છે. અને તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના પછી ચીન છંછેડાઈ ગયું હતું. આખરે ચીને મ્યાનમારમાં બંને પક્ષને ચેતવણી આપી હતી.

મ્યાનમારની અંદર ગોળીબાર, ચીનમાં બ્લાસ્ટ

મ્યાનમાર અંદર ચાલતા ગૃહયુદ્ધ હવે ફરીથી ચીનની સરહદમાં દાખલ થયું છે. ચીની સોશિયલ મીડિયામાં આ અઠવાડિયામાં આવા ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં મ્યાનમારની સીમાથી તોપના ગોળા ફેંકાયા છે. આ ગોળા ચીનના વિસ્તારમાં પડયા હોવાનું વીડિયોમાં નજરે પડે છે. આ ગોળાથી ચીનમાં ઘણું નુકસાન પહોંચાડયું હતું. મ્યાનમારની અંદર જોરદાર લડાઈ ચાલી રહી છે. મ્યાનમારમાં સૈન્ય વિરુદ્ધ બળવાખોર સતત ભીષણ હુમલો કરી રહ્યા છે. તેઓએ દેશના ઘણા વિસ્તારમાં કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચીન જ્યાં મ્યાનમારની સેનાને હથિયાર આપે છે ક્યાંક બળવાખોર ચીન પાસેથી હથિયાર લઈ લડાઈ કરી રહ્યા છે. ચીનનું આ ડબલક્રોસ હવે તેની પર જ ભારે પડી રહ્યું છે.

તાજેતરમાં મ્યાનમારમાં બળવાખોર નેતા આંગ સાંગ સૂચીના પક્ષે ચીનને એવો ભરોસો આપ્યો છે કે મ્યાનમારમાં તેના હિત અને રોકાણને કોઈ નુકસાન ન થવા દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે ચીનના નાનસાન ટાઉનમાં હવે મ્યાનમાર તરફથી તકાયેલા તોપના ગોળા પડયા હતા, જેમાં પાંચ ચીની નાગરિકો ઘાયલ થયા હતા. નાનસાન ટાઉન ચીનના યુનાન પ્રાંતમાં આવેલું છે. જે મ્યાનમારની નજીક આવેલું છે. એક વીડિયોમાં તોપના ગોળા પડવાની કારનો કચ્ચરઘાણ નીકળતો જોઈ શકાય છે.


  • Follow us on: