• હેલિકોપ્ટર કાઠમાંડુથી વિદેશ જવા નીકળ્યું હતું
  • નેપાળની રાજધાની કાઠમાંડુની બહાર બુધવારે બપોરે એક હેલિકોપ્ટરને અકસ્માત નડયો
  • હેલિકોપ્ટરમાં ચાર ચીની નાગરિકો પણ સવાર હોવાનો ખુલાસો

પાડોશી દેશ નેપાળમાં ફરી એકવાર હેલિકોપ્ટરને અકસ્માત નડયો છે. નેપાળની રાજધાની કાઠમાંડુની બહાર શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાનમાં બુધવારે બપોરે એક હેલિકોપ્ટરને અકસ્માત નડયો હતો. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ નાગરિકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે મૃતકોમં ચાર ચીની નાગરિક હોવાનો ખુલાસો થયો છે. આ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે સ્યાપુરબેસી માટે ઉડયું હતું.

 

નેપાળના કાઠમાંડુથી વિમાન રવાના થયું હતું

નેપાળની રાજધાની કાઠમાંડુના ત્રિભુવન એરપોર્ટથી 0એન-એજેડી હેલિકોપ્ટર બપોરે પોણા બે વાગ્યે ઉડયું હતું. જો કે તે પોતાના નક્કી સ્થળે જાય તે પહેલા અકસ્માતનો ભોગ બન્યું હતું. જો કે નેપાલ પોલીસે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. પોલીસે જણાવ્યું કે, કાઠમાંડુથી રસુવા નીકળેલા વિમાનને નુવાકોટથી શિવપુરી જિલ્લામાં પહોંચ્યું અને ત્યાં જ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. નેપાળ પોલીસે ઘટનાસ્થળે જઈ રૅસ્ક્યૂ ઓપરેશન શર કર્યું છે. 



  • Follow us on: