- નેપાળના મેયરની દીકરી ગોવામાં ગુમ થતા સોશિયલ મીડિયાની મદદ લેવાઈ
- ગોવા પોલીસે લોકેશનના આધારે દીકરીને શોધી કાઢીને પિતાને સોંપી
- સોશિયલ મીડિયા ઉપરાંત પોલીસની મદદને લીધે દીકરીને શોધી કાઢવામાં મળી સફળતા
નેપાળની એક યુવતી ગોવામાં ગુમ થઈ હોવાની માહિતી સામે આવી છે. આ યુવતી બીજું કોઈ નહીં પણ નેપાળના ધનગઢી સબ-મેટ્રોપોલિટન સિટીના મેયર ગોપાલ હમાલની પુત્રી આરતી હમાલ છે. આરતી છેલ્લા કેટલાક મહિનાઓથી ગોવામાં હતી અને ઓશો મેડિટેશન સેન્ટરમાં કામ કરતી હતી. સોમવારે રાત્રે 9.30 વાગ્યે અશ્વેમ બ્રિજ પાસે આરતી છેલ્લે જોવા મળી હતી. જોકે, ગોવા પોલીસે તેને શોધી કાઢી છે. ઓશોના ધ્યાન કેન્દ્રમાં જોડાવા ગયેલી આરતી હમાલનો કોઈ સંપર્ક કરી શક્યું ન હતું. પિતાએ કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગોવા પોલીસનો સંપર્ક કર્યો છે. ધનગઢીના મેયર ગોપાલ હમાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેમની પુત્રીને શોધવામાં મદદ માટે અપીલ કરી હતી. તેણે ગોવા સરકાર અને ગોવા પોલીસને તેની પુત્રીને શોધવા માટે અપીલ કરી હતી.













