ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અભ્યાસ માટે વિદેશ જવાનું પસંદ કરે છે. એવા ઘણા લોકો છે જેઓ ભારત પાછા આવવાનું પસંદ કરે છે પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા પછી ત્યાં સ્થાયી થવા માંગે છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ ન્યુઝીલેન્ડ સરકારે વિઝા ફીમાં વધારો કર્યો છે, જેનાથી ત્યાં જવાની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓને મોટો ઝટકો પડ્યો છે.
સ્ટુડન્ટ વિઝા ફીમાં વધારો
એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ન્યુઝીલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા ફી 300 ડોલરથી વધારીને 485 ડોલર કરી દેવામાં આવી છે. આ વધેલી વિઝા ફી 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે હાલમાં ન્યુઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચીન પછી બીજા ક્રમે છે.
આનો અર્થ એ થયો કે હવે તમારે ન્યૂઝીલેન્ડ જવા માટે લગભગ 60 ટકા વધુ વિઝા ફી ચૂકવવી પડશે. આ સાથે ટૂરિસ્ટ વિઝા માટેની ફી પણ 190 ડોલરથી વધારીને 300 ડોલર કરવામાં આવી છે.
આ સિવાય આ ફીમાં થયો વધારો
આ સાથે, આંત્રપ્રિન્યોર રેસિડેન્સ કેટેગરીમાં વિઝા ફી હવે 3,710 ડોલરથી વધીને 11,320 ડોલર થઈ ગઈ છે. આ સિવાય સક્રિય રોકાણકાર કેટેગરીએ પણ 4,630 ડોલરને બદલે 12,070 ડોલર ચૂકવવા પડશે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.