ચીનને ઈરાનનો નજીકનો સાથી માનવામાં આવે છે, અને અમેરિકા લગભગ ત્રણ મહિનાથી તેની સાથે યુદ્ધમાં ફસાયેલું છે.
તણાવ વચ્ચે ચીનની મુલાકાત
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન જવા રવાના થયા, ત્યારે તેમણે જાહેરાત કરી કે તેઓ બેઇજિંગમાં ઈરાન અંગે ચર્ચા નહીં કરે. જોકે, બેઇજિંગ પહોંચ્યા પછી, તેમણે શી જિનપિંગ સાથે મધ્ય પૂર્વ શાંતિ અંગે ચર્ચા કરી હતી. અમેરિકાને લાગે છે કે, શી જિનપિંગ વિના ઈરાન યુદ્ધનો અંત આવી શકે નહીં.
અમેરિકાની પ્રતિક્રિયા
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગની મુલાકાત માટે અમેરિકા છોડી રહ્યા હતા. ત્યારે પત્રકારોએ તેમને ચીન વિશે પ્રશ્નો પૂછ્યા. ટ્રમ્પે કહ્યું કે તેમને કોઈ કરાર પર પહોંચવા માટે ચીનની મદદની જરૂર નથી. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન સાથે પાછલા બારણે વાતચીત કરી. બેઇજિંગ પહોંચતા પહેલા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા ઇચ્છે છે કે ચીન ઇરાન પર ગલ્ફમાં પોતાનું વલણ બદલવા માટે દબાણ કરે. સેક્રેટરી ઓફ સ્ટેટે વધુમાં જણાવ્યું હતું કે, જો ચીન ઇરાન પર દબાણ કરે છે, તો ઉકેલ આવી શકે છે.
યુદ્ધ સમાપ્તી માટે ચીનની શુ જરુર ?
1. ઈરાનને ચીનનો નજીકનો સાથી માનવામાં આવે છે. ચીન ઈરાન પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે અને બદલામાં શસ્ત્રો પૂરા પાડે છે. ઈરાન ચીનના વલણને સંપૂર્ણપણે નકારી શકે નહીં.
2. બેઇજિંગમાં ઈરાનના રાજદૂતે બે દિવસ પહેલા એક નિવેદન બહાર પાડ્યું હતું. રાજદૂતના મતે, જો ચીન યુદ્ધનું ગેરંટીદાર બને છે, તો તે ઝડપથી સમાપ્ત થઈ શકે છે. ચીનની વિનંતી પર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
3. ઈરાન કહે છે કે અમેરિકા અવિશ્વસનીય છે અને ફરીથી હુમલો કરી શકે છે. આ માટે ગેરંટરની જરૂર છે. હાલમાં મધ્યસ્થી પ્રક્રિયામાં સામેલ દેશો પાસે અમેરિકા પર દબાણ લાવવાની શક્તિ નથી.
આ પણ વાંચોઃ તુલસી ગેબાર્ડના ઓફિસ પર દરોડાના દાવા બાદ કેમ વધી હલચલ?
