ફોટોવાળા નિવેદન અંગે મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર વાર્તા ઘડવાનો આરોપ લગાવ્યો હતો. 

મેલોનીએ ટ્રમ્પને આપ્યો જવાબ 

ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોની વચ્ચેનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે દાવો કર્યો કે, મેલોની ફ્રાન્સમાં G7 મીટિંગ દરમિયાન તેમની સાથે ફોટો પડાવવા માટે ખૂબ ઉત્સુક હતા. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, મેલોની કદાચ ખુશ હતા કે તેમણે સમિટમાં તેમની સાથે વાત કરી. તો આ તરફ, જોર્જિયા મેલોનીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના G7 ફોટો વાળા વિવાદાસ્પદ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. 

મેલોનીએ વીડિયો જાહેર કર્યો 

ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ સંપૂર્ણપણે ફગાવી દીધો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને, ટ્રમ્પને આકરો જવાબ આપ્યો છે. મેલોનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ટ્રમ્પે એક વાત સારી રીતે યાદ રાખવી જોઈએ, ન તો હું અને ન તો ઇટાલી ક્યારેય કોઈની સામે ઝુક્યા નથી. મેલોનીએ રાષ્ટ્રપતિના ફોટો દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. 

બન્ને નેતા વચ્ચે વધ્યુ અંતર 

અમેરિકા અને ઇટાલી એક સમયે નજીકના રાજકીય સાથી માનવામાં આવતા હતા. પરંતુ આ મુદ્દાના કારણે બન્ને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે. મેલોની 2025 માં ટ્રમ્પના શપથવિધિમાં હાજરી આપનારા એકમાત્ર યુરોપિયન નેતા હતા અને લાંબા સમયથી યુરોપમાં ટ્રમ્પના સૌથી મજબૂત સમર્થકોમાંના એક માનવામાં આવે છે. પરંતુ ટ્રમ્પના આ નિવેદન બાદ હવે બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પીએમ મોદીની કરી પ્રશંસા, કહ્યું તેઓ કડક અને મજબૂત નેતા છે

  • Follow us on: