વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી, મેગ્યારે વિપક્ષી નેતાઓ વિરુદ્ધ પ્રચાર ફેલાવવા બદલ સરકારી ચેનલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.

સિસ્ટમ સુધારવાની જરૂરઃ મેગ્યાર

હંગેરીના ચૂંટાયેલા પીએમ પીટર મેગ્યારે કહ્યું હતુ કે, દોઢ વર્ષ પછી, હું સરકારી ટીવી ચેનલના સ્ટુડિયોમાં પાછો ફર્યો છું. અમે હમણાં જ એક પ્રચાર મશીનના છેલ્લા દિવસો જોયા છે. મેં આ સિસ્ટમ સંપૂર્ણપણે સુધારાય ત્યાં સુધી તેની સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા, તેમણે હંગેરિયન સરકારી ટીવી સ્ટુડિયોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એન્કર સાથે વાત કરી હતી જેણે તેમને બ્લેકલિસ્ટ કર્યા હતા. વાતચીત દરમિયાન, મેગ્યારે તેમના કટ્ટર હરીફને કહ્યું, તે તમારી ભૂલ નહોતી. સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

મેગ્યાર મે મહિનામાં પીએમ પદ માટે લેશે શપથ

પીટર મેગ્યારે મે મહિનામાં વડા પ્રધાન તરીકે શપથ લેવાનું નક્કી કર્યું છે. મેગ્યારે તાજેતરની ચૂંટણીઓમાં જંગી વિજય મેળવ્યો હતો. મેગ્યારે 16 વર્ષથી હંગેરીમાં સત્તામાં રહેલા વિક્ટર ઓર્બનને હરાવ્યા હતા. મેગ્યારની પાર્ટીએ બે તૃતીયાંશ બહુમતી મેળવી હતી. પત્રકારો સાથે વાત કરતા, મેગ્યારે કહ્યું, હંગેરીના સરકારી માળખામાં મોટા ફેરફારોની જરૂર છે. મેં આરોગ્ય, પર્યાવરણ અને શિક્ષણ માટે અલગ મંત્રાલયો બનાવવાનું નક્કી કર્યું છે.

મેગ્યાર મીડિયાથી ગુસ્સે

મેગ્યારે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2024 માં હંગેરીમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાન, રાજ્ય મીડિયાએ વિરોધ પ્રદર્શનોને આવરી લીધા ન હતા. તેમનો અને તેમના સાથીદારોનો ચેનલમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમના પક્ષના કોઈપણ નેતાને કોઈપણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મગ્યારે વધુમાં જણાવ્યું કે ત્યાં તેમના વિરુદ્ધ પ્રચાર ચલાવવામાં આવ્યો હતો, અને નકારાત્મક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાજર મહિલા એન્કરએ તેમની માફી માંગી. મગ્યારે જવાબ આપ્યો કે માફી માંગવાની કોઈ જરૂર નથી. સમગ્ર સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીની વિપક્ષને સલાહ, કહ્યુ બિલનું સમર્થન કરશો તો રાજનૈતિક નુકસાન નહી થાય