અમેરિકા અને ઇરાનની વચ્ચે વાતચીત થવાના કારણે ઇસ્લામાબાદ લશ્કરી છાવણીમાં ફેરવાયુ છે.
જનતા હાલ બેહાલ થયા
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પોલીસ અને આર્મીનો કડક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અહીં લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવાયો છે. અહીં અનિશ્ચિતકાળ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યુ છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયુ છે. અને બંદોબસ્તના કારણે જનતા હાલ બેહાલ થયા છે. લોકો પોતાના જ ઘરમાં કેદી હોવાનો અનુભવ કરી રહયા છે. અગાઉ પણ શાંતિ મંત્રણા દરમિયાન આ જ માહોલ હતો.
સરકાર સામે લોકોની નારાજગી
રેસ્ટોરન્ટના માલિકોનું કહેવું છે કે, આગળની વાતચીતમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા તેમની રેસ્ટોરન્ટમાં ભોજનનો વ્યય થયો હતો. જનતાના ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવતા તેમનો વેપાર ઘંધા પર ખરાબ અસર થઇ હતી. જે પ્રવાસ તેઓ પહેલા 50થી60 રૂપિયામાં કરતા હતા. તે જ પ્રવાસ હવે ટેક્સીવાળા 300 રૂપિયામાં કરાવે છે. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, જો આવી જ પરિસ્થિતિ યથાવત્ રહી તો થોડા સમય બાદ તેમના સ્ટાફને કામ પરથી બહાર કાઢવા પડશે.
વેપાર ઘંધા પર ખરાબ અસર
નાના વેપારીઓની સ્થિતિ પણ હાલમાં ખરાબ છે. લોકડાઉનની સ્થિતિમાં તેમના જ્વેલરી શોપ પર કોઇ ગ્રાહક આવતુ નથી. તેઓએ સરકાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, સરકાર નથી જાણતી કે તેમના એક દિવસના પ્રતિબંધ પર લોકોના રસોઇ પર શુ અસર પડે છે. જે શહેરના રસ્તા પર ભારે ભીડ હતી. ત્યાં હવે સન્નાટો જોવા મળી રહ્યો છે. શાળા-કોલેજ ઓનલાઇન શિફ્ટ થયા છે. અને ઓફિસના કાર્યો વર્ક ફ્રોમ હોમમાં આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકા કેમ ટાળી રહ્યુ છે ઇરાન પરના હુમલાઓ, જાણો શુ છે કારણ?













