પીએમ બાલેન શાહ અને તેમના કેબિનેટ સભ્યોએ પોતાની સંપત્તિ જાહેર કરતા ચર્ચાએ જોર પકડ્યો છે.

વિવાદનું વંટોળ ફેલાયુ

પીએમ બાલેન શાહ અને તેમના કેબિનેટના સભ્યો તરફથી પોતાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. બાલેન શાહના કેબિનેટ પીએમ કરતા પહેલા શપથ ગ્રહણ કર્યા હતા. પરંતુ તેમની સંપત્તિએ જનતા વચ્ચે ટીકાનો દૌર શરુ કર્યો છે. કેબિનેટ સભ્યોની ખાનગી સંપત્તિ જેમાં જમીન, સેના, રોકડ, શેયર બજારમાં રોકાણ અને વાહન સામેલ છે. આ સંપત્તિઓ મામલે હવે સમાચારમાં અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

વિદ્યાર્થી નેતાઓની માગ

વિદ્યાર્થીઓની એક જૂથે વિરોધ પ્રદર્શન કરતા માગ કરી હતી કે, સાર્વજનિક કરાયેલી સંપત્તિઓમા સ્રોત પણ જાહેર કરવામાં આવે. અને સાથે જ નિષ્પક્ષ તપાસ પણ કરવામાં આવે. કે જેના કારણે એ માહિતી મેળવી શકાય કે, નેતાઓએ આ સંપત્તિ ક્યાંથી મેળવી છે. અને ધન કેવી રીતે કમાવ્યુ છે. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ થયેલા GenZ પ્રદર્શન બાદ બાલેન શાહ પીએમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ પીએમ કે.પી.શર્માની સત્તા હતી. જે પ્રદર્શન દરમિયાન દૂર કરાઇ હતી.

પીએમ બાલેન શાહની સંપત્તિ કેટલી ?

પીએમ બાલેન શાહના બેંક ખાતામાં 14.6 મિલિયન જમા છે. અને આવકના સ્ત્રોતમાં ડિજિટલ પ્લેટફોર્મથી થનાર આવક સામેલ છે. તેમની પાસે કાઠમાંડૂ, ધનુષા અને મહોત્તરી જિલ્લામાં ઘર અને જમીન છે. આ ઉપરાંત તેમની પાસે અન્ય કિંમતી વસ્તુઓની સાથે 190 તોલા સોનું પણ છે. નાણામંત્રી સ્વર્ણિમ વાગલેએ 19 મિલિયનના શેયર અને 9 મિલિયનની બેંક જમા રાશિનો ખુલાસો થયો છે. તેમની પાસે લલિતપુરમાં 20 મિલિયનનું ઘર અને જમીનો છે.

આ પણ વાંચોઃ  ડેડલાઇન ખતમ થયા બાદ Donald Trumpની પોસ્ટ, નાકાબંદી પાસે જહાજ આવ્યા તો નષ્ટ કરીશુ 

  • Follow us on: